________________
ગીરનારમંડનનેમપ્રભુ સ્તવન છે
* મહાવીરજી મુજ માયાળુ રે–રાગ ગિરનાર વાસી ગુણ ગિરૂવારે,
નેમ નગીના. શામળીયા શિવપદ લીના રે. નેમ નગીના. ટેક.. લટકાળા ! હું તે લળીલળી પાયે લાગું,
પ્રભુ પ્રેમ અવિચળ માગું રે. નેમ નગીના.. પાતળીયા ! પ્રારા ! પિયુ! પિયુ! કરતી હું આવું, ગુણ ગીત તહાર ગાઉં રે.
નેમ નગીના. મેહનજી ! મહારા હૃદય મંદિરમાંહી આવે, મને ભેદભેદ બતાવે છે.
નેમ નગીના.. નટવરજી! ન્યારા શાને રહે છે મુઝથી
છે સગપણ સાચું તુજથી રે. નેમ નગીના. દયાળુ દેવા ! દયા કરે દિન જનની, - આશા પુરે મુઝ મનની રે. નેમ નગીના. દાતા ! શિવપદના દાયક નામ ધરાવે, સેવકને શીદ તરશા રે.
નેમ નગીના. ત્રાતા ! ત્રિભુવનના તારક છે તમે સ્વામિ, * સિદ્ધ અવિચળ આતમરામી રે. નેમ નગીના. નાથજી! મેંતે શરણ ગ્રહ્યું છે તમારું, વળી અરજી નિત્ય ઉચારૂં રે.
નેમ નગીના. પ્રભુજી! આપ અછત અમર પદ અમને, છે લાજ અમારી તમને રે.
નેમ નગીના ૐ શાંતિઃ રૂ.