________________
દેવચ દ્રશ્રાવકનીકળ્યા.
(૪૦૯ )
ધિક્કાર છે ! આ સમગ્ર રસાઇ તૈયાર છે તે છતાં મુનિઓને અનુપયોગી થઈ. કાઇ દાસીએ અજાણમાં મ્હારા અભાગ્યને લીધે આ અવ્યવસ્થા કરી. મહા ખેદની વાત છે કે, હું પુણ્યહીન થઇ. એમ બહુ ખેદ કરતી તેને જોઇ શેઠ મેલ્યા, બીજી કંઇક વ્હારાવ. ત્યાર બાદ વિજ્યાએ વાલ, ચણા વિગેરે બ્હારાવીને નમસ્કાર કરી પાતાના ઘેરથી કેટલાંક ડગલાં પાછળ ચાલી મુનિઓને વિદાય કર્યો. તેવીજ રીતે કદાચિત્ મુનિઓને આવતા જોઇ સચિત્ત સાથે અચિત્ત વસ્તુનું સંઘટ્ટન કરે છે. કદાચિત્ પાણીનું વાસણુ હાથમાં લઇ કહે છે કે, અરે ! હાથમાં કાચું પાણી રહી ગયું છે. વળી કદાચિત્ ભાત, દાળ, ઘી વિગેરે મળતા અગ્નિ ઉપર મૂકે છે. એ પ્રમાણે તેનાં આચરણ જોઇ સાધુઓએ જાણ્યુ કે, આ શેઠાણી બહુ ફૂટ કપટ વાળી છે. એને કંઇપણુ દાન આપવાની ઇચ્છા નથી, પર’તુ શેઠના આગ્રહને લીધે મુનિએ ભિક્ષા માટે જાય છે. એમ કરતાં એક દિવસ વિજ્રયાને વાસિત વમન થયું. જેની ગાઢ પીડાથી મરણ પામી તે પ્રણપ િકા નામે વ્યંતર દેવામાં ઉપન્ન થઈ. ત્યાંથી નીકળી કેટલાક સમય ભવ ભ્રમણ કરશે. ત્યારબાદ વિદેહ ક્ષેત્રમાં સયમ-દીક્ષા પ્રાપ્ત કરી અનુક્રમે સિદ્ધિ સુખ પણ પામશે.
इत्यतिथिसंविभागे द्वितीयाऽतिचा रविपाके विजयादृष्टान्तः ॥
देवचंद्रश्रावकनी कथा.
તૃતીયકાલાતિક્રમણાતિચાર.
દાનવિય રાજા આહ્યા, હૈ દયાલુ ભગવન્ ! હવે અતિથિ સવિભાગમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત કહેા, શ્રી