________________
લક્ષ્મીશ્રાવિકાનોકપા.
(૪૫) દાસીને કહેવા લાગી કે, અરે ! હું બહુ ખરાબ કર્યું. રે ભાગ્યહીન ! સચિત્ત વસ્તુને સંઘટ્ટ કરવાથી સર્વ પકવાન્નાદિક ઉત્તમ પદાર્થો પણ તે દૂષિત કર્યા. એમ કહી પછી નીરસ સાધારણ વસ્તુ લઈ વહોરાવા માટે નીકળી અને મનમાં તે બહુજ ખુશી થઈ છે, પણ મુખેથી કહે છે કે, શું કરું? આ વસ્તુ આપતાં મહારહાથ ચાલતા નથી. ! તેવામાં મુનિની ભકતદેવીએ તેની શિક્ષા માટે પાત્રમાં પ્રવેશ કરી તેને હાથ ભેજન સહિત અટકાવી દીધા. અને તે બોલી કે, રે દુષ્ટ માયાવિનિ!રે અનાજીરેકટ કરનારી! ચારિત્રનિધિ એવા મુનિઓને પણ તું આ પ્રમાણે છેતરે છે? એ પ્રમાણે દેવી એ બહુ નિંદા કરીને લક્ષમીને કહ્યું કે, સખી ! હું તને હણતી નથી કારણ કે, જીવદયા એજ મુખ્ય ધર્મ છે. એમ કહી દેવી અદષ્ટ થઈ ગઈ. ત્યારબાદ સ્વજનેએ લક્ષમીને બહુ ધિક્કાર આપે. પછી અલ્પ સમયમાં તે દેવીએ સ્તબ્ધ કરી હતી તેથી તે લક્ષમી શ્રાવિકા પર્યાલચના કર્યા વિના મરણ પામી, અને પ્રણપર્ણિકા નામે જંભક નિમાં ઉત્પન્ન થઈ થઈ. ત્યાંથી નીકળી સંસાર ભ્રમણ કરી બોધિ જ્ઞાન પામી મેક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણુઓ ! આ પ્રમાણે સમજી અતિચાર રહિત વ્રત પાળવામાં તમે ઉદ્યમાન થાઓ, નહીં તે આ લોકમાં પણ બહુ ઘોર દુ:ખ ભેગવવાં પડશે.
इत्यतिथिसंविभागे प्रथमातिचारदृष्टान्तः ।।