________________
લક્ષ્મીશ્રાવિકાનીક્ષા.
(803)
ભિક્ષા ગ્રહણ કરે છે તે અતિથિ તેના કલ્યાણને માટે થાય છે. વળી વિશેષ શ્રદ્ધા પૂર્વક જે ગૃહસ્થ ન્યાયથી મેળવેલુ પેાતાનુ દ્રવ્ય, માનસિક શુદ્ધ ભાવનાવડે અતિથિને આપે છે, તેણે આ પ્રમાણે ભાવના કરવી કે, આ જગમાં હું ધન્યવાદને લાયક છું. કારણુ કે જેના ત્યાં આ સમયે આવા મહાત્મા પધાર્યા. વળી શુદ્ધ ભાવ વડે આ મુનિને શુદ્ધ દાન આપવાથી જન્મ અને જરા રૂપી જલવડે વ્યાકુલ, કદાગ્રહરૂપી મધરાદિક જંતુ વડે ભયંકર, અનેક દુઃખરૂપી મ્હોટા તરંગાથી વ્યાપ્ત, એવા અનાદિ અપાર આ સસાર સાગરને હું તરી ગયા. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્રો પોતપોતાની અનિતિ વૃત્તિ વડે ઉપાર્જન કરેલા, જે દ્રવ્યના સત્પાત્રમાં નિયેાગ કરે છે તે દ્રવ્યન્યાયેાપાત જાણવું, એમ જ્ઞાનીપુરૂષા કહે છે. વળી તેજ દ્રવ્ય અક્ષય જાણવુ, કે જે સુપાત્રાને દાન આપવામાં આવે છે. વળી તે પરિણામે સુંદર અને અન ંત ફળદાયક થાય છે. તેમજ જે એષણીય અને પ્રાસુક હોય તેજ અતિથિને દાન આપવા લાયક કહ્યું છે, જેવી રીતે વિશુદ્ધ ભાવના વડે આ અતિથિ સવિભાગ વ્રત ગ્રહણ કર્યું" હાય તેવી રીતેજ નિરતિચારપણે પાળવુ. વળી તેના સચિત્ત દ્રવ્ય નિક્ષેપણ અને સચિત્ત દ્રવ્ય વિધાન, તેમજ કાલાતિક્રમણ, પર બ્યપદેશ અને પ્રદ્વેષ એમ પાંચ પ્રકારના અતિચાર છે. તેમાં સચિત્ત દ્રવ્યામાં જે શુદ્ધ અન્ન નાખવું (ઉપર મુકવુ)તે સચિત્ત દ્રવ્ય નિક્ષેપણ નામે પહેલા અતિચાર કહેવાય. વળી જે સચિત્ત દ્રવ્યથી શુદ્ધ દ્વવ્યને ઢાંકવુ તે સચિત્ત વિધાન નામે બન્ને અતિચાર જાણવા. તેમજ સાધુના આગમ કાલનું ઉદૂધન કરી, પ્રથમ જે લેાજન વિધિ કરે છે તે કાલાતિ ક્રમ નામે ત્રીજો અતિચાર કહેવાય. વળી લેાભી શ્રાવક પેાતાના દ્રવ્યને પણ આ પારકું છે, એમ જે મુનિઓને કહે છે તે પરદ્રવ્ય વ્યપદેશ અતિ
•