________________
( ૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેમાં ગજ અથવા ગત ( હસ્તી—ગયેલા } છે પરિગ્રહ જેના છતાં પણ સકલત્ર ( શ્રી સહિત ) સકલ પ્રાણીઓનું રક્ષણ કરનાર મુનિ સમાન નયસાર નામે રાજા છે. વળી તે કુબેર સમાન ઉદાર છે, છતાં પણ ગત (જ) દાનના અભાવવર્ડ ( હસ્તીના દાનવર્ડ ) વિખ્યાત છે. શીલગુણમાં શિરામણિ સમાન, તત્કાલ વિકસ્વર થયેલા કમલદલ સમાન છે નેત્ર જેનાં અને ગતિના વિલાસ વડે જેણે રાજહંસીનો પરાજય કર્યા છે એવી સુરસુંદરી નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં ધનાઢ્ય નામે શ્રેણી રહે છે અને બહુ દયાળુ એવી મલયમતી નામે તેની સ્ત્રી છે. તેઓને દેવયશ નામે પુત્ર થયા. રૂપમાં કામ સમાન, જીન રાજ ભગવાનના વચનમાં હૃઢ શ્રદ્ધાળુ, વિવેકરૂપી નેત્રાથી વિભૂષિત અને ગુણુ રૂપી રત્નાના મહાનિધિ એવા તે ફ્રેયશ રાજાને બધુ સમાન પ્રિય હતા. તેની સ્ત્રીનું નામ રૂકમણી હતું. તે પણ પ્રેમરસનુ કુલભવન અને જૈનમતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા હતી. વળી ખાર પ્રકારના શ્રાવક ધર્મ પાળતા અને દરેક પર્વના દિવસેામાં રાષધ પ્રતિમાના અભ્યાસ કરતા તે દેવયશ શ્રાવક વિશુદ્ધ આચારથી લેાકમાં બહુ પ્રસિદ્ધ થયા. અને નિરંતર શુદ્ધ વ્યાપારથી તેણે ઘણું દ્રવ્ય મેળવ્યું.
સ્વભાવના કર એવા ધનદેવ નામે તેના પિત્રાઈ ભાઈ હતા, તે હમ્મેશાં તેના ઉપર ખડુ દ્વેષ કરતા ધનદેવની ઇર્ષ્યા. હતા. જેમ જેમ તેની પ્રશંસા સાંભળે તેમ તેમ કુક ના વશથી તે તેની બહુ નિંદા કરતા, તેમજ કોઇપણુ માણુસ તેના શુદ્ધ-વેપારની વાત તેની આગળ કરતા તેને એમજ કહેતા કે એ અધમ ફૂટબ્યવહારીનુ નામ મ્હારી આગળ ખેલવું નહીં. પાંચ દિવસ પછી એની મજા દેખશે કે શું થાય છે. હાલમાં તેા રાજાની મહેરમા