________________
મલયકેતુરાજાનીકથા,
(૩૭૯) તેમાં પણ એક એકના છ છ ભેદ છે, એમ બન્ને મળી બાર પ્રક૨નું તપ ગણાય છે. જેમકે અનશન, ઉદરિપણું, વૃત્તિઓનો સંક્ષેપ, રસનો ત્યાગ, કાય કલેશ, અને સંલીનતા એ છ પ્રકારનું બાહ્ય તપ. તેમજ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ ભેદ આત્યંતર તપના જાણવા. તેમજ પાંચ આશ્રાને નિરોધ, પાંચ ઇંદ્રિયને નિગ્રહ, ચાર કષાયને જય, તથા મન, વચન, અને કાયારૂપી ત્રણ દંડની વિરતિ, એમ સત્તર પ્રકારને સંયમ જાણ. મન, વચન, અને કાયાવડે શુદ્ધ તેમજ વિસંવાદ રહિત જે વાણી તે ચાર પ્રકારનું સત્ય મુનિએ બોલવું જોઈએ. વળી દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું શાચ જીતેંદ્ર ભગવાને કહ્યું છે. તેમાં ઉપકરણાદિ દ્રવ્ય કહેવાય, તેની અંદર શુદ્ધિપણું અવશ્ય પાળવું. વળી કષાય દોષોથી રહિત એવું જે ચિત્ત તેને ભાવ શૌચ કહ્યું છે. આ ભાવ શાચને વીતરાગ ભગવાને સત્ય શિચ કહ્યું છે. કારણ કે, શારીરિક મળની શુદ્ધિ સુખેથી થઈ શકે છે. પરંતુ અતિચિકણું કર્મ મળથી લેપાએલા ચિત્તની શુદ્ધિ બહુ અશક્ય છે. સત્ અને અસત્ વસ્તુઓમાં મૂચ્છ રાખવી તે પરિગ્રહ કહેવાય. વળી તેમાં નિરપેક્ષ બુદ્ધિ કરવી તેને અકિંચનપણું કહ્યું છે. તેમજ દારિક અને વૈક્રિય સ્ત્રીઓનો મન, વચન, અને કાયાથી ત્રિવિધ જે ત્યાગ કરે તે નવ પ્રકારનું બ્રહાચર્યવ્રત રેંદ્ર ભગવાને કહ્યું છે. એ પ્રમાણે વિશુદ્ધ વૃત્તિઓ વડે વિધિપૂર્વક દશ પ્રકારને યતિધર્મ પાળતે મુનિ પોતાના કર્મને ક્ષય કરે છે. મલયકેતુ રાજા બોલ્યા, હે મુની ! મુનિ ધર્મ પાળવામાં હું
' ' અશક્ત છું, માટે હે ભગવન! કૃપા કરી મલયકેતુરાજા, ગૃહીધર્મને હુને ઉપદેશ આપો. ત્યારબાદ
મુનિએ સમ્યકત્વાદિ બાર પ્રકારને શ્રાવક