________________
(૩૭૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર સમાતું આકાશમાં દુંદુભિ નાદ ઉછળવા મુનિનું આગમન લાગ્યું. તે સાંભળી રાજા વિસ્મિત થઈ ગયે,
અને ગગનાંગણ તરફ દષ્ટિ કરે છે, તેટલામાં ત્યાં આવતા દેવતાઓ તેના જોવામાં આવ્યા, વળી તેઓના મધ્ય ભાગમાં, કાંતિમાં સુવર્ણ સમાન, રૂપ વૈભવમાં કામદેવ સમાન, અને બહુ ભક્તિભાવથી દેવ તથા ખેચરેએ સ્તુતિ કરાતા, એવા એક મુનિવર તેના જેવામાં આવ્યા કે, તરતજ રાજા સંભ્રાંત થઈ ઉ થયે. અને હાથ જોડી મુનીંદ્રને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગ્યા, પ્રભે! મહારી ઉપર કૃપા કરી આપ ક્ષણમાત્ર અહીં પધારો. મુનીંદ્ર રાજાનું વચન સાંભળી તેમજ બહુ લાભ જાણ દેવ અને વિદ્યાધર સહિત ત્યાં ઉતર્યા. રાજાએ પોતેજ મુનીંને ભદ્રાસન આપ્યું. મુનીંદ્ર તેની ઉપર વિરાજમાન થયા. પછી પરિવાર સહિત રાજાએ વિધિપૂર્વક વંદન કર્યું. ત્યારબાદ મુનિએ ધર્મલાભ આપી દેશના પ્રારંભ કર્યો.
ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપશ્ચર્યા, ધર્મદેશના. સંયમ, સત્ય, શાચ, અપરિગ્રહ અને બ્રહ્મ
ચર્ય એમ દશ પ્રકારને યતિધર્મ કહ્યો છે. તેમાં, કારણ અગર નિષ્કારણપણે ક્રોધાયમાન થઈ દુર્વચન બેલતા એવા ઘાતક ઉપર પણ ઉપશાંત મનવાળા મુનિએ શાંતિ (ક્ષમા) કરવી. આ લોકમાં માનનું વિઘાત કરનાર જે સરળપણું તે માર્દવ કહેવાય. વળી તે માર્દવ વિનયનું મૂળ કારણ છે તેથી મુનિએ અવશ્ય તેનું સેવન કરવું. માયા એટલે કુટિલ સ્વભાવ, તેને ત્યાગ કરે તે આર્જવ કહેવાય છે. વળી સરળ સ્વભાવી મુનીદ્રો વિશુદ્ધ ધર્મ મેળવી શકે છે. સ્વજન, ધન, વિષયનાં ઉપકરણ અને દેહાદિકને વિષે જે ત્યાગબુદ્ધિ તે અપ્રતિબંધન સ્વરૂપવાળી મુક્તિ જાણવી. બાહ્ય અને આત્યંતર એમ ત૫ બે પ્રકારનું છે.