________________
( ૩૮૦ )
શ્રીસુપાત્ર્યનાથચરિત્ર.
ધર્મ કહ્યો. મંત્રી સહિત રાજાએ પણ વિધિ સહિત ગૃહીધર્માંના સ્વીકાર કર્યાં. ત્યારબાદ સુનીંદ્ર પણ દેવ તથા વિદ્યાધરાની સભા સાથે રાજાની અનુજ્ઞા લઇ પ્રસ્તુત કાર્ય માટે વિદાય થયા. ત્યારપછી. રાજા પેાતાના ધર્મોમાંજ રક્ત થઈ કાળ નિમન કરે છે. કદાચિત રાત્રીએ વિધિપૂર્વક પાષધ કરે છે, તેમ રાજા તથા મંત્રી બન્ને સાથે રાજભવનના એકાંત ભાગમાં ધર્મક્રિયા આરાધવામાં પ્રાયે કાલ નિમન કરે છે. એક દિવસ રાજા અને મત્રી બન્ને ધર્મઃવિચારણા કરતા હતા તેવામાં અર્ધ રાત્રી ચાલી ગઇ. પણ રાજાને નિદ્રા આવી નહીં તેથી તેણે મંત્રીને કહ્યું કે, કૌતુક રસથી ભરપુર કાઇ નવીન કથા વૃત્તાંત તું મ્હને સંભળાવ !
મંત્રી એલ્યા, હે રાજન ! સાવધાન થઈ શ્રવણુ કરો. આ ભરતક્ષેત્રમાં સેકા વિષુધા ( પડિતઅદ્ભુતકથા. દેવ ) થી રમણીય ઇંદ્રની નગરી સમાન ધરાતિલક નામે નગરી છે. તેમાં ભુવનપાલ રાજા રાજ્ય કરે છે. અને તેની પાસે અમર ગુરૂ નામે એક વિદ્વાન રહે છે. એક દિવસ રાજા અમર ગુરૂ સાથે બહાર જતા હતા. તેવામાં એક ઘરમાં ભાઈ એન અન્ને એકાંતમાં બેસી કાંઇક વિચાર કરતાં હતાં, તે તેમના જોવામાં આવ્યુ. એટલે રાજાએ અમર ગુરૂને કહ્યુ કે, આ બન્નેનું એકાંતમાં એસવુ ઠીક ગણાય નહીં એમ કહી રાજા આગળ ચાલ્યા. તેટલામાં ત્યાં બજા૨ની અંદર એક ધીવર (મી) વેચવા માટે એક મડ્સ (માછલું) લઇ ઉભા હતા, વળી તે મત્સને હસતા જોઇ રાજા વિચારમાં પડયા કે, આ તિર્થંગ્ જાતિ છે અને મરેલા છે. છતાં પણ હસે છે એ મ્હાટું આશ્ચય છે. એમ જાણી રાજાએ અમર ગુરૂને પૂછ્યું કે,
આ મત્સને હસવાનું શું કારણ છે ? તેં તુ પાતાની બુદ્ધિ વડે તપાસ કરી સત્ય હકિક્ત મ્હને જણાવ. નહીં તે હને હું દેશ