________________
શ્યામલનીકથા.
(૩૦૭) માટે હે મલયચંદ્ર ! હજુ પણ મેહરૂપી મહા સપના વિષ વેગો હારા દેહમાં બહુ ફુરી રહ્યા છે. તેથી હે ભદ્ર? તેઓને ઉતારવા માટે તું યત્ન કર. ત્યારબાદ મલયચંદ્ર બેલ્ય, હે મુનિંદ્ર? આપની કૃપાથી તે વિષ વેગે પણ સૂર્યના પ્રભાવથી અંધકારની માફક બહુ દૂર ચાલ્યા જશે, કારણ કે મેહવિષને ઉતારવામાં પણ આપ બહુ સમર્થ છે. માટે આપ કૃપા કરી હેને ઉપાય બતાવે જેથી હને તે મહવિષ પીડે નહીં. ગુરૂ બલ્યા, પ્રથમ સારી રીતે સમ્યકત્વરૂપી મંડલ રચીને શિક્ષાબંધ કરવામાં આવશે. ત્યારબાદ મુનિ ધર્મરૂપી મહામંત્ર આપવામાં આવશે. પછી તેની વિધિ પુર્વક આરાધના કરવી. જેથી તે હારા સમગ્ર મેહવિષને ઉછેદ કરશે. એ પ્રમાણે ભવ્ય દેશના આપીને પોતેજ સ્ત્રીઓ સહિત મલયચંદ્રને દીક્ષા આપી. પછી કુલધર અને શ્યામલ વણિકે પણ સમ્યકત્વ સહિત દેશ ચારિત્ર લીધું. બીજા લોકોએ પણ સમ્યકત્વ અને બીજા વ્રત પણ લીધાં. તેમજ ધનેશશ્રેણીએ પણ અખંડિત દેશવિરતિ લીધી. હવે મલયચંદ્ર મુનિ સહિત ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. ત્યારબાદ કુલધર અને શ્યામલ બને જણ મલયચંદ્ર મુનિની પ્રશંસા કરતા પિતપોતાને ઘેર ગયા. અને વિધિ પ્રમાણે ગ્રહીધર્મ પાળવા લાગ્યા. વળી સામાયિકમાં વિશેષ પ્રયત્ન કરવા લાગ્યા. તેમજ સિદ્ધાંત શ્રવણમાં પણ હમેશા તત્પર રહે છે. વળી ગીતાર્થ ગુરૂના મુખથી સામાયિકના ગુણે સાંભળ્યા કે જેમ મુનિઓ સમભાવમાં રહી સાવધ કાર્યને ત્યાગ કરે છે અને નિરવઘ કાર્યને સ્વીકાર કરે છે તેમ શ્રાવક પણ સામાયિકમાં સમ્યક્ પ્રકારે રાગ-દ્વેષનો પરિહાર કરવાથી મુનિની માફક કર્મની નિર્જરા કરે છે. અને અલ્પ કર્મ બાંધે છે. તેમજ ઈર્ષા સમિતિ વિગેરે ગુણવડે યુકત થયે છતે પરિમિત કાલનિર્ગમન કરે છે. ત્યારબાદ તેના અભ્યાસથી ચારિત્ર મોહનીય