________________
નાગદત્તની કથા.
(૨૮૧) અર્થ-નીચા ભાગમાંથી સ્નિગ્ધ અને લીલા ઘાસવાળા ઉચા પ્રદેશમાં મૃગલે જાય તે, ભવિષ્યમાં ઉત્તમ લક્ષ્મી તથા સત્સમાગ થાય એમ સૂચવે છે. વળી હુષ્ટ થઈ મૈથુનમાં આસક્ત થયેલા મૂગલાઓ માર્ગમાં દષ્ટિગોચર થાય તે, અલ્પ સમયમાં લાભ થાય એમાં સંદેહ નહીં. સંકીર્તન માત્રથી “ડુક્કર” પ્રયાણદિકમાં શુભદાયક થાય છે. અને કાદવમાંથી નીકળી તુષ્ટ થયેલ જે તે નજરે પડે તે તત્કાલ સિદ્ધિદાયક થાય છે. પ્રયાણ કર્તાની દક્ષિણ બાજુમાંથી વામ ભાગમાં જે શિયાળ નીકળે તે તેના દરેક ધારેલા વિચારે સિદ્ધ થાય છે. તેમજ પ્રયાણ સમયે દક્ષિણ ભાગમાં જે તેતર પક્ષી જોવામાં આવે તે તે સિદ્ધિજનક થાય છે, અને કિધુ એમ મધુર સ્વરે ત્રણવાર જે બોલે તે બહુ શ્રેષ્ઠ ગણાય છે.”
આ પ્રમાણે ઉત્તમ શકુનવડે બહુ ખુશી થઈ નયચંદ્ર સહિત કુમાર આગળ ચાલ્યા જાય છે, તેટલામાં હાથી પિતાની મર્યાદા છેડી ઉદ્ધતપણે ચાલવા લાગ્યા. તીક્ષણ એવા અંકુશને પણ ગણતા નથી. તેમજ અન્ય પ્રહારે પણ તેને રોકવા સમર્થ થયા નહીં. અને સ્વેચ્છા પ્રમાણે પલાયન થયે. છેવટે પરિજન પણ થાકીને ઉભો રહ્યો. હસ્તી મધ્ય જંગલમાં નીકળી ગયે. એવામાં એક મહટે વડ આવે. તેની સુંદર છાયામાં બહુ પરિશ્રમને લીધે તે હસ્તી ઉભો રહ્યો. ત્યાં મંત્રી સહિત કુમારે વિલાપ કરતી કંઈક સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળ્યા પછી તરતજ તે બંને હાથી ઉપર થી નીચે ઉતરી તે સ્ત્રીની શોધ માટે થોડાક મા ગયા, તેટલામાં એક સ્ત્રીની આગળ તીવ્ર ખર્ક ઉગામીને ઉભેલો એક ખેચર તેમના જોવામાં આવ્યો. અને તે ખેચર સ્ત્રીની આગળ ધમકી આપી કહેતા હતા કે, મારી સાથે તું લગ્ન કર! અથવા ઈષ્ટદેવ- - નું સ્મરણ કર. ત્યારે તે સ્ત્રી બોલી, રે દુષ્ટ! તારા ભયને લીધે