________________
નાગદતની કયા.
(૨૭૯) . વિકસ્વર નીલ કમળની કાંતિ સમાન મુખાકૃતિને ધારણ કરતી, અન્ય કઈક સ્ત્રી ગુંજારવ કરતા ભ્રમરાઓના નાદથી શબ્દાયમાન, સુંદર પુષ્પમાલાં લઈ તે યુવતિની સન્મુખ આવીને બેલી, આ વરમાલાને આ૫ ગ્રહણ કરશે. અને કુમારના કંઠમાં પહેરાવે. પછી તે બોલી હે સખિ ! શાંત થા ! ઉતાવળ કરીશ નહીં. ત્યારબાદ નયચંદ્ર મંત્રી બલ્ય, બબર હું તહારી વાત સમજી ગયે. હવે વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી. વળી હારા ઉત્સુકપણાનું કારણ તું જણાવ. ત્યારે બીજી બાલિકા બેલી, રત્નાકર નગરમાંથી મલયકેતુ રાજાની ચાર કન્યાઓ કુમારના સ્વયંવર માટે અહીં આવવાની છે. એ વાત અમારી સ્વામિનીના જાણવામાં આવી છે તેથી તે બહુ દુ:ખી થઈ કહે છે કે, આજ સુધી હારી એવી આશા હતી કે, હું કુમારની પ્રથમ સ્ત્રી થઈશ. પરંતુ હાલમાં તે આશા વિપરીત થઈ ગઈ. એમ તેને અભિપ્રાય જાણ મહેં એને કહ્યું કેસખિ! ખેદ કરીશ નહીં હૈર્યનું અવલંબન કર! હજુપણ કંઈ બગડયું નથી. તેની પહેલાં તું કુમારને વરમાળા પહેરાવીશ. અને દાક્ષણ્યનો નિધિ એ તે કુમાર હારો મરથ સફલ કરશે. વળી હે મંત્રી ! વૈતાઢ્ય પર્વતમાં ઉત્તર શ્રેણુને અધિપતિ અનંગ નામે વિદ્યાધર છે, તેની આ વેગવતી નામે કુમારી આ કુમારના ગુણ સાંભળી તેની ઉપર બહુ આસક્ત થયેલી છે. આ પ્રમાણે ઉત્સુક્તાનું કારણ મહેં નિવેદન કર્યું. વળી શરણાગત જનની પ્રાર્થનાને ભંગ કરવામાં સહુરૂષે બહુ ભીરૂ હોય છે. માટે કૃપા કરી તમે તમ્હારા સ્વામિને આ વાત માન્ય કરાવો. તે સાંભળી નયચંદ્ર બોલ્યા, હારું કહેવું યોગ્ય છે. પરંતુ હજુ કુમારનાં માતાપિતા વિદ્યમાન છે. માટે તેઓને આ વાત જણાવવી જોઈએ. તેથી હાલ સ્થિરતા કરો. વેગવતી બલી, મહાશય! હજુ હારા માથે દુખ આવ્યું નથી. તેથી તે પરદુઃખ