________________
(૨૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પૈસા નહીં હોવાથી શેઠે ના પાડી, એટલે તે ફરીથી બેલી, આ મહારા શરીરે પહેરેલા સર્વે અલંકાર આપની મહેરબાનીથી થયેલા છે. હવે મહારે પૈસાની દરકાર નથી. વળી પ્રથમ આપ જેવીરીતે પુષ્પ લઈ પૂજા કરતા હતા તેવી જ રીતે હાલ પણ પુષ્પ લઈ ભગવાનની પૂજા કરો. હું તમને પુણ્ય માટે પુષ્પ આપું છું. મહારે કંઈપણ લેવું દેવું નથી. પછી શ્રેણીએ પોતાના હાથમાં પુષ્પ લઈ નધિકી પાઠ ભણી વિધિપૂર્વક ભગવાનની પાસે ગયા, અત્યંત ભક્તિભાવથી રોમાંચરૂપી કચકને ધારણ કરતા એવા તે શ્રેષ્ઠીએ જીર્ને ભગવાનની પૂજા કરી અને હૃદયમાં ભાવને લાવવા લાગ્યા. અહા ! મહને ધન્ય છે. કારણકે અનાદિ અપાર એવા આ સંસાર સાગરમાં અનેક જન્મમાં પણ દુર્લભ એવું ધર્મરૂપી નાવ મને પ્રાપ્ત થયું છે. ધર્મના પ્રભાવથી જન્માંતરમાં પણ ભવ્યપ્રાણિઓ દુર્ગતિ પામતા નથી. અપૂર્વ ચિંતામણી અને - કલ્પવૃક્ષ પણ ધર્મ જ છે. વળી ધર્મ એજ ઉત્તમ મંત્ર છે. ધર્મ માંજ ઉત્કૃષ્ટ અમૃત રહેલું છે. તેમજ ઉપકારની અપેક્ષા રહિત લેકે ના હિત માટે જેઓ ધર્મોપદેશ આપે છે તેઓને ભાવ પૂર્વક વારંવાર નમસ્કાર. વળી વિમાનમાં વાસ કરે સુલભ છે, એક છત્રવાળી પૃથ્વીનું રાજ્ય પણ સુલભ છે, પરંતુ સમગ્રલકમાં મનુષ્યને જૈનધર્મ મળ બહુ દુર્લભ છે. તે પણ મને પ્રાપ્ત થયે છે. માટે તે ધર્મ વિના બીજા કેઈની પણ મહારે જરૂર નથી, એમ ચિંતવન કરી તેણે દેવવંદન કર્યું. ત્યારપછી મુનિદાસ શ્રેષ્ઠી વ્યાખ્યાનશાળામાં ગયા. અને ત્યાં
ભવ્ય પ્રાણીઓને ધર્મને ઉપદેશ આપતા સૂરિને ઉપદેશ. સૂરિ મહારાજનાં દર્શન કર્યું. પછી વંદન
કરી પોતે દૂર ઉભે રહ્યો. એટલે સૂરિએ પણ ઉચે સ્વરે આદરપૂર્વક ધર્મલાભ આપી તે શેઠને ઉદ્દેશીને ઉપદે.