________________
સિંહવણિકનીકથા.
(૨૪૩)
શેઠે જવાબ આપ્યા, ભાઇએ ! મા પ્રમાણે ખેલવુ તસ્તુને લાયક નથી. કારણકે ધર્મના ત્યાગ કરવાથી કોઇપણ સમયે કાર્ય સિદ્ધિ થતી નથી. વળી ધર્મ ક૨ે છતે આ જન્મમાં હુને જે દારિદ્રદુ:ખ પ્રાપ્ત થયું છે તે પૂર્વ જન્મના પાપના
પ્રભાવ છે. શાસ્ત્રકાર કહે છે કે—
શેઠ દૃઢ નિશ્ચય.
सुंदरधम्मरयाणवि, विसमं विहिविलसियं समावडइ । जं तत्थ कारणमिणं, अन्नभवे खंडिओ धम्मो ||
અર્થ —સુંદર ધર્મ માં રાગી બનેલા એવા ભવ્ય પ્રાણીઓને પણ ધ્રુવ તરફથી વિષમ દુ:ખ આવી પડે છે, તેનું કારણ અન્ય ભવમાં ખંડિત કરેલા ધર્મ ગણાય છે.” માટે લક્ષ્મી ચાલી જાય, બધુએ છુટા પડે, અને લેાકેામાં અપમાન થાય પરંતુ જીનપૂજાના ત્યાગ તે હું કરીશ નહીં, કારણકે જીનપૂજાનું ફૂલ તા સ્વર્ગ અને મેાક્ષદાયક થાય છે. માટે તમે પણ તેમાં આદરવાળા થાઓ. એ પ્રમાણે શેઠનુ વચન સાંભળી તે લેાકેા કહેવા લાગ્યા કે, જેમ જેમ તમે જીનપૂજા કરા છે તેમ તેમ તમ્હારે ત્યાં દારિદ્રયરૂપી વૃક્ષ બહુ ફલદાયક થાય છે. એ પ્રમાણે લેાકાપવાદ જાણી ધર્મની હેલના થાય છે એમ સમજી શ્રેષ્ઠી પોતાનું નગર છેાડી નજીકના ગામમાં રહેવા ગયા. ત્યાં પણ ત્રણે કાલ ગૃહ મંદિરમાં જીન પ્રતિમાની નિરવદ્ય પૂજા કરે છે.
ત્યારબાદ ચતુર્માસમાં શેઠ મથુરામાં ગયા. ત્યાં દેરાસરમાં દર્શીન કરવા જતા હતા. તેવામાં જીનધમ ભાવના મંદિરના દ્વારમાં બેઠેલી માલણે કહ્યુ કે, શેઠજી ! ચાર સેરીના સુદર આ પુષ્પહાર લેતા જાઓ અને અનેંદ્ર ભગવાનની પૂજા કરી. પેાતાની પાસે