________________
(૨૧૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રગટ કરો. એમ સિદ્ધરાજનું વચન સાંભળી તેઓએ ભયંકર શબ્દો સાથે કલકલાટ કરી મૂક્યો. તેમજ તેઓના પગના પ્રહારવડે ક્ષણમાત્રમાં પૃથ્વી પણ ધ્રુજવા લાગી. અને પ્રેત મંડલ ફિટકાર કરવા મંડી ગયું. ભૂત ટેળી પણ ઘુવડની માફક હુંકારા કરવા લાગી. તેમજ ખડખડાટ હાસ્યને લીધે દિશાઓને ઉજ્વલ કરતા રાક્ષસે પણ ખળભળી ઉઠ્યા. તેઓમાંથી એક અસિતાક્ષ નામેયક્ષરાજ બેટ્યો, અહો! આ
સુતેલાસિંહને કણ જગાડે છે? ખરજ ભાગઅસિતાક્ષયક્ષ વા માટે પિતાની જીભ વડે સર્પની ફણાને
વારંવાર કેણ સ્પર્શ કરે છે ? યમપુરી સમાન ભયંકર આ સ્મશાન ભૂમિમાં આ પ્રમાણે પિતાનું વાચા લપણું કેણ પ્રગટ કરે છે. ? તે સાંભળી રાજા બોલ્યો, અરે ! આ પ્રમાણે ગર્વ કરવાનું તહારે શું કારણ છે ? જે કોઈ પણ પ્રકારની સહારામાં શક્તિ હોય તે હાલમાં મારી આગળ તમેં પ્રગટ કરો. આ પ્રમાણે રાજાનું અસહ્ય વચન સાંભળી અસિતાક્ષ યક્ષે બે જન પ્રમાણનું બહુ ઉંચું પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. વળી કંઠમાં નરમુંડ માળા ધારણ કરીને હાથમાં પ્રચંડ મુગર અને ગદા લીધાં, વળી હસ્તી સમાન ગંભીર ગજરવથી દિશાઓને ગજાવી મૂકી. તેમજ પિતાના અહંભાવથી કેઈને નહીં ગણતે અને ચારે તરફ પોતાનું બળ વિસ્તારો તે રાજાની સન્મુખ આવ્યું. આ પ્રમાણે યક્ષને ચિતાર જેઈ સાવધાન થઈ રાજા બોલ્યો, આ હારૂં સ્વરૂપ સ્વાભાવિક છે? કે હું કોધને લીધે ધારણ કર્યું છે? વળી હે યક્ષ ! આ સ્વરૂપ જે હારૂં સ્વાભાવિક હોય તે તું હારા સ્થાનમાં ચાલ્યા જા. કારણકે મહારે જે જોવાનું હતું તે જોઈ લીધું. કેમકે દેવતાઓ દેખવામાંજ સુંદર હોય છે તે વાત પ્રસિદ્ધ છે. વળી જે ક્રોધથી આ સ્વરૂપ હું પ્રગટ કર્યું