________________
દાશ્રેષિની કથા.
(૨૨૯) હેય તે ક્રોધ કરવાનું ત્યારે શું કારણ છે? અને જો તું એમ કહેતે હેય કે હારા સ્મશાનમાં તમે આવ્યા તેથી હારે કોધ કરે ઉચિત છે. એમ હારું માનવું હોય તો તે પણ બેઠું છે. કારણકે સમુદ્ર પર્વત પૃથ્વીને અધિપતિ તે હું છું. માટે આ સમસ્ત પર્વત, નગર, ગ્રામ, અરણ્ય વિગેરે એ સર્વ હારૂં છે. જે તહારે અહીં રહેવાની ઈચ્છા હોય તે મને કર આપીને સુખેથી તમે અહીં રહે. નહીંતે હારી ભૂમિની અંદર તમારે રહેવું નહીં. જલદી ચાલ્યા જાઓ. તે સાંભળી સર્વ ભૂત પ્રેતાદિક પ્રકુપિત થઈ બોલ્યા, હે રાજન ! હાલમાં જલદી તું તહારૂં શરણ શોધી લે, અથવા ઈષ્ટદેવનું સ્મરણ કર. એમ કહી અસિતાક્ષયક્ષ મુદ્દગર ઉગામી રાજાને પ્રહાર કરવા દેડ્યો. તેટલામાં રાજાએ એકદમ સ્તંભન વિદ્યાવડે સ્તંભની માફક તે યક્ષને ખંભિત કર્યો. ત્યારબાદ અતિ વિકરાલ અને અદ્દભુત વેષધારી એ તે ભૂત ગજરવવડે શુભિત કરતે રાજાની આગળ આવ્યા એટલે સિદ્ધરાજે મંત્રના પ્રભાવથી ચોરની માફક તરતજ તેને પણ બાંધી દીધા. આ પ્રમાણે સિદ્ધરાજને પ્રભાવ જોઈ તેને સર્વ પરિવાર એકઠો થયો અને રાજાની
સ્તુતિ કરવા લાગ્યા. હે મહારાજ ! એમને બંધનથી મુક્ત કરે. કારણ કે આપ કહેશો તે પ્રમાણે કર આપવા અમે તૈયાર છીએ. રાજા બોલ્યા, આ અસિતાક્ષ યક્ષ ખાસ મહારે અંગરક્ષક થાય. વળી એક રાક્ષસ હાર છત્રધારક થાય. તેમજ અન્ય ભૂત પિશાચાદિક હંમેશાં હારી આગળ સંગીત સાથે નૃત્ય કરે. એ પ્રમાણે સાંભળી તેઓએ વિનયપૂર્વક રાજાના કહ્યા પ્રમાણે સમગ્ર આજ્ઞાને સ્વીકાર કર્યો. ત્યાર બાદ અસિતાક્ષ તથા ભૂતને બંધનથી મુક્ત કરી સિદ્ધરાજ રાત્રીના છેલ્લા પ્રહરે પ્રેતાદિક સહિત પોતાના મહેલમાં ગયો. તેટલામાં ત્યાં પ્રભાત સૂચક પહ, ઢક્કા, ભેરા, મૃદંગ અને શંખાદક વાઈને મહાન શબ્દ થશે.