________________
(૨૧૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મુજબ વિલાસ કરે છે. તેમજ મધ અને મધનું પાન કરે છે. આ પ્રવૃત્તિ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હને ઉચિત નથી. કારણકે સસ્કુલમાં જન્મી આવું અગ્ય આચરણ કરવું તે સર્વથા નિંદ્ય ગણાય છે. વળી તું રાત્રીએ ભજન કરે છે તેમજ જુગાર છેડતી નથી અને વેશ્યાઓને સંગ કરે છે. પરંતુ ધર્મની વાર્તા તે કઈ દિવસ પણ પૂછતે જ નથી. તે સાંભળી દત્ત બે હે મુનીંદ્રા! મદ્યપાનાદિકમાં શો દોષ છે? તે કૃપા કરી આપ સહુને કહે. જેથી હું તેને ત્યાગ કરૂં. મુનીંદ્ર બેલ્યા આ જગતની અંદર નિર્બલપણે જે અનાચારી રહ્યા છે તે સર્વે અનાચાર પ્રમત્ત એવા બાલજીને એક સાથે જલદી વીંટાઈ વળે છે. જેથી તેઓ કાર્ય અકાર્યનું સ્વરૂપ જાણી શકતા નથી. વળી મદ્યપાન કરવાથી વિજ્ઞાનને નાશ થાય છે, માટે મહા અનર્થકારક મઘને ધિકાર છે. એ વિશે એક દષ્ટાંત તું સાંભળ. એક નગરમાં બન્ને ભાઈઓ પરસ્પર બહુ સ્નેહપૂર્વક વસતા હતા. તેવામાં મહેટ ભાઈ મરણ પામે. તેની સ્ત્રી તેના નાના ભાઈ (દીયર) ઉપર બહુ રાગવાળી હતી. એક દિવસ તે સ્ત્રી કામના બાણાને નહિ સહન કરતી પોતાના દીયરને કહેવા લાગી કે, હવે તમેજ હારૂં શરણ છે. માટે મહારી સાથે તમે વિષયસુખ ભોગવે. ત્યારબાદ દીયર બે, અરે ! આ શું તમે બોલ્યાં ? આ અસા પાપ કેવી રીતે છૂટે! મહટા ભાઈની સ્ત્રી તે લેકમાં માતા સમાન ગણાય છે. માટે સ્વપ્નમાં પણ આવા પાપનું ચિંતવન તહારે કરવું નહીં. મહા ખેદની વાત છે કે ઉભયલક વિરૂદ્ધ અને બહુ અનિષ્ટ ફળદાયક એવી આ નિપુર કિયાના આચરણને શ્રવણ માત્ર. પણ કેણ કરે ! એ પ્રમાણે દીયરનું વચન સાંભળી તે મૌન રહી અને લજ્જા પામીને પિતાનું ગૃહકાર્ય કરવા લાગી. પછી દીયર પણ તેને બહુ માનતે હતે. એમ કેટલાક સમય વ્યતીત થયે.