________________
લીઆજે તેણે પોતાના જુએ છે તે અતાનું
દત્ત શ્રેણીનીકથા.
(૨૧૧) એક દિવસ પિતાની ભેજાઈ કપટ ભાવથી સમગ્ર ઘરના
કાર્યની ચિંતા છેડી દઈ ઓરડામાં ખાટલે ભેજાઈનું કપટ, ઢાળી સુઈ ગઈ. તે વખતે કેઈપણ કાર્યને
લીધે તેને દીયર બહાર ગયા હતા, તે પોતાનું કામ કરી પાછા ઘેર આવ્યા અને ઘરમાં જુએ છે તે પિતાની ભોજાઈ દીઠી નહીં. તેથી તેણે પોતાની સ્ત્રીને પૂછયું કે, હારી જેઠાણી આજે ક્યાં છે ? ત્યારે તે બેલી, માથાની વેદનાને લીધે તેમનું શરીર સારું નથી. તેથી તેઓ અન્દરના ઓરડામાં સુઈ ગયાં છે. તે સાંભળી તરતજ તે ગભરાઈ ગયો. અને કમાડ બંધ હોવાથી દ્વાર આગળ જઈ તે બેલ્યા, કમાડ ઉઘાડો!
હારે તમારા કુશળ સમાચાર પૂછવા છે. પછી તેણીએ દ્વાર ઉઘાડ્યાં એટલે તરત જ તે અંદર ગયે. એટલે તેણીએ ફરીથી કમાડ બંધ કર્યા. અને દીયરની સાથે દઢ આલિંગન કરી કામચેષ્ટા પ્રકટ કરી. ત્યારબાદ થાળી નીચે ઢાંકેલે દી પણ ખુલે કર્યો. વળી પ્રથમ લાવી રાખેલું મધ તથા માંસ પણ તેની આગળ હાજર કર્યું. અને તેણુએ તેને કહ્યું કે, આ મધ તથા માંસ આપના માટે તૈયાર છે આપની ઈચ્છા પ્રમાણે બન્નેમાંથી ગમે તેને આપ ઉપયોગ કરો, નહીં તે અહીંથી છુટવાને હવે ઉપાય નથી. અકસ્માત અસહા દુ:ખ આવી પડવાથી તે વિચાર કરવા
લાગ્યું કે, આ હારા મોટા ભાઈની સ્ત્રી અકસ્માત સંકટ છે તેથી તે હારે માતા સમાન માનવા
- લાયક છે. વળી શિષ્ટ પુરૂષને માંસ ભક્ષણ પણ અતિ અનુચિત છે. કારણકે અધમ જનેને વિલાસકારક, દુર્ગધ અને મલિનતાથી ભરેલું, ચરબીથી ખરડાએલું, હિંસાનું મૂળ કારણ અને રાક્ષસોએ સ્વીકારેલું એવું તે માંસ સર્વથા અભય છે. જે પ્રાણી માંસની પેશીને હાથમાં લઈ દાંતે