________________
દત્તકનીકળ્યા.
(૨૯) વાળા અને કામદેવ સમાન રૂપધારી તે મુનિવરને જોઈને ચકિત થઈ ગયા. અને તરત જ તેણે પાછા આવી દરને સર્વ વૃત્તાંત નિવે. દન કર્યું. તેથી દત્ત બહુ ખુશી થઈ પોતાના મિત્રો સાથે તે મુનીં. દ્રની પાસે ગયો અને શાંત મુદ્રાધારી એવા તે મુનિવરને નમસ્કાર કરી નીચે બેઠો. મુનીંદ્ર પણ ધ્યાન મુદ્રામાંથી મુક્ત થઈ ધર્મલાભ આપી બોલ્યા, હે દત્ત! ધર્મનું અવલંબન છેડી (ધર્મના અવલંબન વિના) હવે તું નિર્ભયપણે કેમ ભ્રમણ કરે છે? કહ્યું છે કે –
सत्यं मनारमाः कामाः, सत्यं रम्या विभूतयः । । किन्तु मत्ताङ्गनापाङ्ग-भङ्गलोलं हि जीवितम् ॥ लक्ष्मीलताकुठारस्य, भोगाम्भोदनभखतः ।।
शृङ्गारवनदावस्य, को हि कालस्य विस्मृतः ॥ અર્થ–“વિષયભેગ અને સંપત્તિઓ દરેકને પ્રિય હોય છે, તે વાત સત્ય છે. પરંતુ પ્રાણીઓનું જીવિત મદેન્મત સ્ત્રીઓના કુટિલ કટાક્ષ સમાન ચંચલ છે. એમાં કોઈ પ્રકારને સંદેહ નથી.” તેમજ લક્ષ્મીરૂપ વેલડીને છેદવામાં કુઠાર સમાન, મેઘરૂપી વાદળને વિખેરવામાં વાયુ સમાન અને શૃંગારરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન એવા કાળની ગતિને કણ નથી જાણતું ?” વળી હે દત્ત ! પ્રચંડ પવનવડે અતિ ચંચલ એવા સમુદ્ર તરંગની માફક આ શરીર અસ્થિર છે. ચંચળ ગુણને લીધે જીવિતવ્ય પણ ચંદ્રને અનુસરે છે. અર્થાત ક્ષય પામે છે. યમપાશની માફક જરા, કુષ્ઠ, શ્વાસ, હેડકી, શિરોવેદના અને વિસૂચિકાદિ વ્યાધિ.
વડે નિરંતર જીવિત આકર્ષાય છે. તેમજ ઘડી, મુહૂર્ત, પ્રહર, દિવસ, પક્ષ, માસ અને વર્ષાદિક વિભાગવડે જીર્ણ વૃક્ષની માફક પ્રાણુનું વિતરૂપી વૃક્ષ વિખરાઈ જાય છે, માટે હે દત્ત. દેહ અને આત્માની આવી વ્યવસ્થા હોવા છંતાં પણ તું વેચ્છા ૧૪ .