________________
(૨૦૮)
શ્રીસુપાના ચરિત્ર. વેશ્યાઓનાં ઘર પણ તેણે શોધવા માંડ્યાં, એ પ્રમાણે નિરંતર મદિરાપાન કરીને મૈથુન ક્રિયામાં આસક્ત થઈ તે દિવસે વ્યતીત કરવા લાગ્યો. એક દિવસ દત્ત પિતાના પરિવાર સાથે ઉદ્યાનમાં ઉજાણી
કરવા ગયા હતા. તે સમયે તેણે મદિરા, - દત્તકથા મોદક, ખાજાં, ગુંદર, વડાં, અને કરંબક
વિગેરે પદાર્થોનાં ઘણું ગાડાં ભરી સાથે લીધાં હતાં, તેમજ વીણા, વેણું, અને મૃદંગાદિક વાદ્યમાં પ્રવીણ એવા ગાયક લેકોને પણ સાથે રાખ્યા હતા. પછી ઉદ્યાનમાં જઈ સ્વચ્છ જળથી પરિપૂર્ણ અને ગભીર એવા સરોવરના કિનારે તેણે મુકામ કર્યો. અને કેળના મંડપમાં જઈ સંગીતનો પ્રારંભ કર્યો. તેવામાં કે એક દિશામાંથી પ્રસરતે અસહ્ય ગંધ તેની નાસિકામાં ભરાઈ ગયે. તેથી દત્તનું ચિત્ત તે તરફ ખેંચાયું. તેથી સાવધાન થઈ તેણે પોતાના પરિજનને પૂછ્યું કે, અત્યંત આ દુર્ધર ગંધ કયાંથી આવે છે ? આવા ગંધનો અનુભવ તે કેઈપણ સમયે હુને થયેલ નહતો. ત્યારબાદ પરિજનમાંથી એક જણ તે ગંધના અનુસાર તેના
શોધ માટે નીકળે. તેવામાં તે વનની મુનિદેશના. અંદર બેઠેલા એક મુન તેની દષ્ટિગોચર
થયા. જેમની આકૃતિ નિરૂપમ અને દષ્ટિ સૂર્યબિંબ હામી જોડેલી હતી. વળી મેક્ષમાર્ગને બતાવતા, હાયને શું ? તેમ પિતાના બન્ને હાથ જેમણે ઉંચા રાખ્યા હતા. ગાઢ રામનાં છિદ્રોદ્ધારાએ નીકળતા સ્વેદરૂપી જલની ધારાઓ વડે તપશ્ચર્યારૂપી અગ્નિથી તપેલા દેહમાંથી પાપરૂપી મળને બહાર કાઢતા હેયને શું ? તેમ તેઓ દેખાતા હતા, એ પ્રમાણે પ્રચંડ ગંધને ફેલાવતા, જાત્ય સુવર્ણ સમાન દેદીપ્યમાન વર્ષ