________________
(૧૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર રાગદ્વેષને નિષેધ સચ્ચરણથી થાય છે. અને સદાચાર ઇદ્રિના કુશલપણાથી સિદ્ધ થાય છે. વળી ઇન્દ્રિયોનું પ્રબલપણું યવન, અવસ્થામાં જ થઈ શકે છે. કારણકે એને વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાથી કેઈપણ સમયે દુર્વારજરાને લીધે જીર્ણ થયેલી ઇદ્રિ પ્રગુણ થતી નથી. તેમજ બાયઅવસ્થામાં કાર્યકાર્ય વિગેરેના જ્ઞાનથી શૂન્ય એવા પ્રાણીઓને ઇન્દ્રિયની પટુતા હોય છે તે પણ સત્યવૃત્તિ કયાંથી થઈ શકે? જેવી રીતે અધમ પુરૂષ ધવન અવસ્થામાં વિષયરૂપી માંસની ઈચ્છા કરે છે તેવી જ રીતે સાજન પુરૂષે વન અવસ્થામાં જ વિષય સુખથી વિમુખ થઈ મેણ સુખની અભિલાષા કરે છે હે કુમારે ? આ કારણુથી તાના કર્મને સંહાર કરવા તું તત્પર થા! અને યુવાન છે, છતાં પણ મેક્ષ સુખ માટે સધર્મમાં ઉઘુક્ત થા! વળી તે ધર્મ બે પ્રકારને કહો છે. પ્રથમ અત્યંત ઉત્કૃષ્ટ મુનિ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. તેમાંથી મુખ્ય મુનિ ધર્મનો પ્રથમ ઉપદેશ મુનિએ તેને આપે, ત્યારબાદ સમ્યકત્વાદિ ગૃહિ ધર્મની વ્યાખ્યા કરી. અસાધારણ એવા મુનિ ધર્મ પાળવાને અશકત હેવાથી કુમારે ગુરૂ પાસે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી ગુણચંદ્ર, સોમચંદ્ર અને વિલાસવતી સહિત કુમારે બાર પ્રકારનાં વતેને ભાવાર્થ જાણું બીજું ગુણવ્રત બહુ શ્રદ્ધાપૂર્વક સંકિરણતાથી ગ્રહણ કર્યું. જળ તથા પત્ર વિના બાકીની સચિત્ત વસ્તુને ભેજનમાં તેણે નિયમ કર્યો. તેમજ કર્મથી દરેક પ્રચંડ કર્માદિકનું આચ રણ ન કરવું એવી યતનાને નિયમ લીધે. અન્ય ભાગમાં અપકા, દુષ્પકવ અને અસાર ભક્ષણને ત્યાગ કર્યો તેમજ સચિત્ત તથા તેના સંબંધવાળા પદાર્થોને શુદ્ધ પરિણામથી ત્યાગ કર્યો. વિગેરે નિયમ લઈ મુનીને વંદન કરી તે ત્યાંથી ચાલતું હતું તેટલામાં ત્યાં એક દેવતાનું જેડલું આવ્યું.