________________
વિશ્વસેનની કથા.
(૧૮૯) સ્થાનમાં લઈ જાઉં. પછી મહેં કહ્યું કે તમે ખુશીથી જાએ હું અહીંજ રહીશ. કારણ કે નૈમિત્તિકે હારા પ્રિય પતિને સમાગમ હને અહીં કહે છે. તે સાંભળી કનકચડ હાલજ પિતાના સ્થાનમાં ગયા. અને ચારણ મુનિ પણ આ મલયાચલની ગુફામાં હાલ બીરાજે છે. આ પ્રમાણે હારી સર્વ હકિકત મહું તમને કહી હવે આપની વાર્તા સંભળાવીને મહને શાંત કરે. વળી તે કુમાર! આપ ક્યા વંશને દીપાવે છે. તેમજ અહીં આપનું શા માટે આવવું થયું ? અથવા નૈમિત્તિકના કહેવા પ્રમાણે તખ્તારા, ચેષ્ટિત ઉપરથી મોં સહુને ઓળખ્યા. મહારા પ્રાણપ્રિય એવા વિશ્વસેન કુમાર તમેજ છે, માટે પિતાના હસ્તકમળથી પાણી ગ્રહણ કરી હારું સંરક્ષણ કરે. કારણકે જે સમયે ચિંતામણિને
ગ થાય તેજ સમય શ્રેષ્ઠ જાણો. ત્યારબાદ કુમારે સમયે ચિત વિધિ પ્રમાણે તેના બહુ આગ્રહથી તેની સાથે લગ્ન કર્યું. અહે? સજન પુરૂષે અન્યની પ્રાથનાવડે પ્રિય એવા પિતાના પ્રાણેને પણ ત્યાગ કરે છે. પછી પરિજન સહિત કુમાર પતે તે કુમારી સાથે મલયાચલની ગુફામાં ગયો અને વિધિપૂર્વક ચારણ મુનિને પ્રણામ કરી હાથ જોડી ઉભે રહ્યા. મુનિએ પણ ઉત્સાહપૂર્વક ધર્મ લાભ આપી સત્કાર કર્યો. પછી કુમાર વિનય પૂર્વક ભૂમિ ઉપર બેઠો. મુનિએ પણ દેશના પ્રારંભ કર્યો. કુમાર ! નિરંતર મરણ, રેગ, શેક, ભયાદિકથી વ્યાકુલ એવા આ સંસારમાં પ્રાણુઓને ક્ષણ માત્ર પણ સુખ નથી તે શું તું નથી જાણતે. જેથી સ્વેચ્છા પ્રમાણે મર્યાદા રહિત મદોન્મત્ત હસ્તીની માફક તું વિલાસ કરે છે. આ દુનીયાની અંદર ઉજજ્વલ કીર્તિ મેળવ! તેમજ અગ્ય આચરણને ત્યાગ કર ! કારણકે સર્વ સંગને પરિહાર કરવાથી અનુચિત કાર્યને ત્યાગ થાય છે, વળી તે સર્વ સંગને ત્યાગ રાગ દ્વેષના અભાવથી સિદ્ધ થાય છે.
પાક ધમ લાભાથી હાથ જોડી હારે