________________
(૧૮૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
હાર બહુ તિરસ્કારપૂર્વક અનેક દુઃખા સહન કરવાં પડશે. શુ વિષય ભાગવવાથી તૃષ્ણાના ક્ષય થાય ખરા ? ખારૂ જલ પીવાથી ઉલટી તૃષા વધારે લાગે છે. વળી નીતિપૂર્વક વિષય ભાગવવાથી પણ દુ:સહુ દુ:ખ પ્રાપ્ત થાય છે તે અનીતિની તે। વાતજ શી ? એમ જાણી ધીર પુરૂષા વિષય ભાગના ત્યાગ કરે છે ? અને તું તા અન્યાયથી વિષયની ઈચ્છા કરે છે. વળી મારંભમાં વિષ વૃક્ષના કુલ સમાન વિષયે બહુ પ્રેમથી સુખપૂર્વક લાગવાય છે પણ પરિણામમાં તેનાથી ભયંકર દુ:ખદાયક મહા માહુની પ્રાપ્તિ થાય છે. જેમ વિદ્વાન પુરૂષોને જુગાર જઘન્ય અને નિંદનીય ગણાય છે તેમ જીનવચનના જ્ઞાતાઓને વિષય સેવન પણ નિંદનીય છે. પ્રાણીઓ જેમ દ્યુતવડે ઘણા કાળથી મેળવેલા વૈભવને ક્ષણમાત્રમાં ગમાવે છે તેમ વિષયમાં આસક્ત થયેલા પુરૂષ પણ ચિરકાળથી સંપાદન કરેલા સુકૃતના નાશ કરે છે. માટે હે વત્સ! વિચાર કરીને જેમ હને ઉચિત લાગે તેમ કર. પરન્તુ યાદ રાખજે કે આ દુરાચાર સેવવાથી જન્માંતરમાં હને બહુ દુઃખ પડશે.
દુઘ્ધત્રિથી પ્રગટ થતા દુષ્કર્મ થી ઉસન્ન થતાં ભાવી દુ:ખાથી ભય પામી તે વિદ્યાધર મુનિને નમસ્કાર કરી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન્ ! અહુ સમયથી વિષય સુખના રસમાં હું લુબ્ધ થયા હતા. તેમજ આજ સુધી અહિત કર નાર દારૂણૢ ઇંદ્રિય રૂપી શત્રુઓથી હું ઠગાયા. વિમૂઢ હૃદયને લીધે ભયંકર આ સંસાર સાગરમાંથી આપ મળ્યા હાત તા મ્હારા ઉદ્ધાર શી રીતે થાત ? એમ કહી તેણે પરસ્ત્રી ગમનના નિયમ લીધા. ત્યાર બાદ તે ઉભા થઇ મ્હારી ક્ષમા માગીને બાલ્યા, હું સુભગે ! હવે તું મ્હારી વ્હેન છે. માટે ચાલ હું ત્હને ત્હારા
વિદ્યાધરને
પશ્ચાત્તાપ