________________
૨૪
પાષધના પાંચ અતિચાર—પૌષધમાં રહી અમતિલેખિત, દુષ્કૃતિલેખિત, અપ્રમાત, અને દુષ્પ્રમાર્જીત શય્યાનુ સેવન કરવુ તેમજ સમ્યક્ પ્રકારે પૌષધ લઇ તેનું પ્રતિપાલન ન કરવું તે પર વૈશ્રમણ પુત્રાની કથા.
અતિથિ સંવિભાગ વૃતગૃહસ્થીએ શ્રદ્ધાવડે, વિશુદ્ધ, ન્યાયેાપાઈત દ્રવ્યવડે લાવેલું અને નિર્દોષ એવું ભાજનાદિક પેાતાને ત્યાં આવેલા સુપાત્ર મુનિઓને અર્પણુ કરવુ' તે; તેમજ પ્રફુલ્લમન વડે કરી રામાંચિત થઈ સત્પાત્ર સાધુઓને શુદ્ધ દાન આપવું તે-પર શાંતિમતીની કથા.
પ્રથમ સચિત્ત નિક્ષેપણાતિચાર—અતિથી સવિભાગના નિયમ લઇ દુષ્ટ ચિત્તવડે એનાદિક પદાર્થ સચિત્ત વસ્તુઓમાં મુકવા તેઉપર લક્ષ્મી શ્રાવિકાની કથા.
દ્વિતીય સચિત્ત પિધાનાતિચાર અતિથિ વિભાગના નિયમ લ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી તે-ઉપર વિજયા શેઠાણીની કથા.
તૃતીય કાલાતિક્રમણાતિચારદાનના નિયમ કરવા છતાં હૃદયમાં શઠતા રાખવી તે–ઉપર દેવચંદ્ર શ્રાવકની કથા.
ચતુર્થાં પરબ્યપદેશાતિચાર—અતિથિદાનનો નિયમ લઇ પોતાને ત્યાં સત્પાત્ર આવે છતાં પેાતાના દ્રવ્યને કપટથી પરાયું કહેવું તે-ઉપર સ્થવિરાની કથા.
પંચમ માત્સર્યાતિચાર—આ પણ દાન આપે છે તેા શું એનાથી પણ હુ અશક્ત છું ! એવા માત્મભાવથી જે દાન આપવું તે-ઉપર નંદવણની કથા.
આમ ત્રતા—અતિચારાદિકનુ દૃષ્ટાંત સમેત પ્રભુએ વિવેચન કરી સભળાવવાથી વિકસ્વર થયેલ રામવાળા દાનવીર્ય રાજા પ્રભુને અંજલી જોડી હવે કહે છે હું પતિત પાવન ! હે શૈલેાકય બંધુ ! યતિ અને શ્રાવક ધર્માનું સવિસ્તર સ્વરૂપ આપે સભળાવ્યુ` તેમજ દરેક વ્રતના અતિચાર પણ સદષ્ટાંત કથા. હવે તેા અંત સમયમાં સમાધિપૂર્વક મરણ થાય તેને વિધિ બતાવી અમને કૃતાર્થ કરો. આના પ્રત્યુત્તરમાં દયાના સાગર-અકારણ બંધુ જગદુદ્ધારક–પ્રભુ માલ્યા-હે ભૂપાળ જે શ્રાવકે બારવ્રત અંગીકાર