________________
મને રથની કથા.
(૧૫) તેણિએ મંત્રીના પુત્રની મૂલાકાત લીધી. પછી પુત્ર બોલે તું કોણ છે? અહીં શા માટે આવી છે ? બાલપંડિતા બેલી હું શેઠની પુત્રી છું અને આપના દર્શન માટે અહિંયાં આવી છું. વળી તું કયાં રહે છે? ફરીથી તે બેલી આ નગરની અંદર
હારા પિતાના ઘર પાસે ઘરદેરાસર, કૂપ, વાપી વિગેરેથી સુશેભિત મહારા પિતાની હવેલી છે તેમાં હું રહું છું. ફરીથી તેણે પૂછયું કે મંદિર તથા નગરાદિકનું સ્વરૂપ કેવું હશે? તેમજ ચંદ્ર સૂર્યનાં નામ પણ હું નામમાલામાં ભણી ગયો છું પરંતુ તેમનું સ્વરૂપ હું જાણતા નથી. બાલપંડિતા બોલી હે કુમાર? હારી સાથે ચાલ હું તને પ્રત્યક્ષપણે સર્વ બતાવું. ત્યાર બાદ તેની સાથે તે બહાર નીકળી નગરની અંદર ફરવા લાગ્યા. અને જે જે વસ્તુઓ જુએ છે તે સર્વનાં નામ તે બાળાને પુછે છે. કેટલાક સમય નગરમાં ફેરવી ફરીથી તેને પોતાના સ્થાનમાં તે લઈ ગઈ. કુમાર બે હે બાલ પંડિતે? દરજ હારે અહીં આવવું અને અનુક્રમે દરેક પદાર્થોનું જ્ઞાન મહને કરાવવું એ પ્રમાણે તેનું વચન માન્ય કરી હમેશાં બાલપંડિતા તેની પાસે જવા લાગી અને નગરની અંદર ફરીને દરેક પદાર્થો તેને બતાવવા લાગી. ગ્રહ, નક્ષત્રાદિકનું પણ પ્રત્યક્ષ જ્ઞાન તેને કરાવ્યું. ત્યારબાદ તે બે હસુભગે? હારે રાજકુલમાં જવું છે માટે ત્યાં તું હુને. લઈ જા ત્યાર બાદ બાલપંડિતા તેની સાથે ગઈ અને દૂર ઉભી રહી ને તેને સર્વ રાજભવન બતાવ્યું એમ અનુક્રમે જેવા લાયક ઘણે ખરે ભાગ તેને બતાવી દીધું. પછી તેણીએ કહ્યું કે હવે હું આપની પાસે આવીશ નહીં, કારણ કે જે આ વાત તહારા પિતાના જાણવામાં આવે તે હારા પિતાને બહુ અડચણ થાય તેમજ તમહારે પણ હવેથી બહાર નીકળવું નહી. કારણકે નૈમિતિ કે વિશ વર્ષ સુધી તમને બહાર નીકળવાની ના પાડી છે. એમ કહી તે પોતાના ઘેર ચાલી ગઈ.