________________
માનદેવની કથા.
(૧૪૧) ચારનું સ્વરૂપ અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા હે નરેંદ્ર! જે પુરૂષ પોતાના મૂળ નિયમથી અધિક થઈ ગએલી પાત્રાદિક વસ્તુઓ ભાંગીને ફરીથી તેટલી સંખ્યા પૂર્ણ કરે છે તે માનદેવની માફક વિરતિવ્રતની વિરાધના કરે છે ગાંધીના હાટની માફક સુગંધી દ્રવ્યથી ભરપૂર શાલિગ્રામ
નામે નગર છે. તેમાં અમૃત કલશ નામે માનદેવદૃષ્ટાંત. સુપ્રસિદ્ધ શ્રેણી છે અને જીનદેવી નામે તેની
સ્ત્રી છે. વળી તેઓને માનદેવ નામે એક પુત્ર છે. તે સર્વ કળાઓમાં કુશલ છે, છતાં પણ દરિદ્રતાને લીધે બહુ ખેદાતુર થઈ પરિભ્રમણ કરે છે. એક દિવસ પોતાના પિતા સાથે મુનિ મહારાજ પાસે ગયો. મુનિને વંદન કરી દેશના સાંભળવા માટે બેઠે. મુનિએ દેશના પ્રારંભ કર્યો. આ દુનીયામાં મનુષ્ય ભવ પામી સદ્ધર્મની સેવા કરવા. વળી તે ધર્મ સેવન પણ સંતેષથીજ ઉત્તમ પ્રકારે થાય છે. તે સંતેષ તૃષ્ણને ત્યાગ કરવાથી થાય છે. તૃષ્ણને ત્યાગ વિવેકથી થાય છે. વિવેક પણ સદગુરૂના વચનથી પ્રગટ થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષે શુદ્ધ ચિત્તથી ગુરૂ મહારાજનાં વચન સાંભળવામાં નિરંતર સાવધાન રહેવું. કારણ કે સંતોષજ મેક્ષનું મુખ્ય સાધન છે. તેમજ આ લેકના સુખનું મૂળ કારણ પણ તે સંતેષજ છે. અન્યત્ર પણ કહ્યું છે કે
संतोषैश्वर्य सुखीनां, दुरे दुःखसमुच्छ्रयाः । लोभाशाबद्धचित्ताना-मपमानः पदे पदे ॥
અર્થ:–“સંતોષરૂપી સમૃદ્ધિ વડે સુખ માનનાર પ્રાણીઓનાં દુ:ખ દૂર ચાલ્યા જાય છે. તેમજ લોભ તૃષ્ણાથી બંધાયેલા પ્રાણએનું દરેક સ્થાને અપમાન થાય છે.” વળી આ દુનીયાની અંદર બીજાઓને જીતવાની ઈચ્છાવાળું જે પ્રાણિઓનું હૃદય હોય છે તે