________________
દેશલનીકળ્યા.
(૧૨૭) પણ શ્રેષ્ઠીએ ભલામણ કરી કે મહારૂં મરણ થયા બાદ મહારા પુત્રો દ્રવ્ય માટે કલેશ ન કરે તેવી રીતે તમારે તજવીત રાખવી. જે દ્રવ્ય મહું જેને આપેલું છે તે દ્રવ્ય તેને જ તમહારે પાસે રહીને અપાવવું. તેમાં કંઈ પણ ફેરફાર ન થવો જોઈએ. એમ કહી સ્વજન વર્ગની ક્ષમા માગી. નમસ્કાર કરી તેઓને વિદાય કર્યા. પિતાના પિતા મરણ પામ્યા પછી તેમની દહનક્રિયા કર્યા બાદ
ચારે ભાઈઓ એકઠા થઈ પિતપતાનાં બંધુવિવાદ. નામ જે તે કલશે તેમણે લઈ લીધા.
ત્યારબાદ મહેટા ત્રણ ભાઈઓના કલશમાં જોયું તે પ્રથમમાં મૃત્તિકા, બીજામાં લેખપત્ર અને ત્રીજામાં હાડકાં ભરેલાં જોયાં. તેમજ નાના ભાઈને કલશ ઉત્તમ રત્નથી ભરેલો જોયે. તેથી હાટા ત્રણ ભાઈઓ બોલવા લાગ્યા કે અરે? મરણ સમયે પિતાએ કે અન્યાય કર્યો? પિોતે ધાર્મિક હેવા છતાં પુત્રને પણ તેમણે છેતર્યા? માટે આવી ઠગાઈ કરવાથી હે તાત? તમ્હારી સદ્ગાત કેવી રીતે થશે? ત્યારબાદ તેઓએ નાના ભાઈને કહ્યું કે ત્યારે કલશ રત્નોથી ભરેલું છે માટે તેને ભાગ અમને આપવો પડશે. લઘુબંધુ બોલ્યો ને સ્વજન વર્ગની રૂબરૂમાં પિતાજીએ રત્નકલશ આપે છે માટે તેમાંથી તમને કંઈ પણ મળશે નહીં. વળી તહારા કલશોમાં મૃત્તિકાદિ જે જે વિકાર થયો છે, તે તમહારા કર્મો જ દેષ છે. તેમાં પિતાને શો દોષ? એમ તેણે કહ્યું તેપણું ત્રણે જણે પિતાને મત છેડ્યો નહીં, એટલે તેણે પોતાના કુટુંબીઓને બેલાવી સર્વ વાત જણાવી. પછી સ્વજનેએ તેઓને બહુ સમજાવ્યા. તે પણ તેઓએ પિતાને કદાગ્રહ છોડ્યો નહીં. અને રાજ્યમાં જઈ મંત્રીની આગળ પિતાને વિવાદ વિસ્તાર સહિત સંભળાવ્યું. મંત્રીએ