________________
(૧૧૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. સૂર્યોદય થયો છે છતાં અપૂર્વ કામરૂપી ઘોર અંધકાર વ્યાપી રહ્યું છે. વળી હે રાજન ? શુભ વસ્તુને પ્રકાશ કરવામાં પ્રવીણ એવા માનસિક વિવેક સિવાય કામરૂપી અંધકારને હઠાવવામાં અન્ય કઈ પણ સમર્થ નથી. તેમજ જન્મથી આરંભી દરેક જીને વિષય સેવન બહુ પ્રિય હોય છે. તેથી પરમ સજજનેને સેવવા લાયક એવા ધર્મનું આચરણ કિંચિત્ માત્ર પણ આચરવામાં આવતું નથી. પરંતુ તે સદાચાર જ આ સંસાર સાગરમાં તારનાર છે. રાજા બોલ્યા હે સુંદરી? ચરણ એટલે શું? તેને અર્થ અમને સમજાવ. ત્યારબાદ સંપદ્ધશેઠાણીએ અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ સવિસ્તર વર્ણવી બતાવ્યું. તે સાંભળી મંત્રી વિગેરે સર્વે પ્રતિબોધ પામ્યા. અને તેઓ બેલ્યા કે પરમ દયાલ એવી હે પરમેશ્વરી ? અમારે આ અપરાધ તે ક્ષમા કર’ મેહરૂપી મહાસાગરમાંથી તેં જ અમારો ઉદ્ધાર કર્યો. વળી હવે કઈ પણ રીતે સદ્ગુરૂના ચરણ કમળનું દર્શન કરાવ. કે જેથી અમે આત્મહિત કરીએ. એવામાં ત્યાં ઉદ્યાનપાળ આવે અને રાજાને વિનંતિ કરી છે
કે હે નરેંદ્ર દેવ તથા અસુરેંદ્રોથી સેવાતા શ્રીચંદ્રમુનિ. શ્રીમાન શ્રી ચંદ્રમુનિ ઉદ્યાનમાં પધાર્યા છે.
એ પ્રમાણે વચનામૃતનું શ્રવણ પુટથી પાન કરી સંતુષ્ટ થયેલ રાજાએ પોતાના અંગે પહેરેલાં સર્વ આભરણે ઉદ્યાનપાળને અર્પણ કર્યા. પછી મંત્રી પ્રમુખ ચારે જણાએ રાજાને કહ્યું કે જે આપની આજ્ઞા હોય તે સૂરીશ્વરની પાસે અમારે દીક્ષા લેવી છે. રાજા બોલ્યો તમે ઉત્તમ કુળમાં ઉતપન્ન થયા છે માટે તમને દીક્ષા લેવી ઉચિત છે. ત્યારબાદ સંપશેઠાણુએ તેઓને સ્નાન કરાવી ચંદન લેપપૂર્વક નાના પ્રકારના અલંકારથી વિભૂષિત કર્યો. પછી માંગલિક ઉપચાર