________________
નવઘનશ્રેષ્ઠી કથા.
(૧૧૧) નીચે બેઠી. તેટલામાં રાત્રીને પ્રથમ પ્રહર થયે એટલે લેકેને વિદાય કરી તેના દર્શનથી સુભિત થયેલ મંત્રી કામના ઉદ્દગારે પ્રગટ કરવા લાગ્યું કે અરે ! ચંદ્રની શીતલ છાયાથી અંગ અળી જાય છે. ચંદનરસ વિષ સમાન વિષમ લાગે છે. પુને હાર બહુ ખારે લાગે છે. ઠંડે પવન દેહને તપાવે છે તેમજ શરીર ઉપર ધારણ કરેલા જળથી ભીંજાએલા આ કમળપત્ર આણુની પંક્તિ સમાન પીડા કરે છે. તેનું કારણ દીઘ નેત્રવાળી અને કમળ સમાન મુખવાળી આ સ્ત્રી જ છે. આ પ્રમાણે કામથી વિહલ થએલા મંત્રીને જાણી તે બેલી હે ન્યાયાધીશ? એક હારી વિનંતિ સાંભળો. ત્યારબાદ ઉલાસ પામતો મંત્રી બે મહારા સરખું કંઈ પણ કાર્ય હોય તે સુખેથી ફરમાવે. જેથી તેણીએ ઠાકર સંબંધી સર્વ વૃત્તાંત જણાવ્યું. મંત્રીએ પણ ખુશી થઈ તે કાર્ય કરવાને કબુલ કરી કહ્યું કે ઠાકર પાસેથી પસા લેવા તેમાં શી વાર? એની કંઈ પણ ચિંતા રાખવી નહીં. પરંતુ હે સુતનુ? હું બહુ કામાતુર થયેલ છું, માટે મારું પણ હારે કંઈક કાર્ય કરવું પડશે. ત્યારે તે બોલી એમાં શું ખોટું છે? પણ આપને આનંદ આપીશ. પરંતુ આજે હારે બ્રહ્મચર્ય વ્રત છે. તેથી આજે તે કાર્ય કરીશ નહીં. પરંતુ સવારે એકમ થવાની છે તે રાત્રીના પ્રથમ પ્રહરે તમારે સુખેથી હારી પાસે આવવું. એમ કહી ત્યાંથી તે રાજાના અંગરક્ષક પાસે ગઈ. અંગરક્ષક પણ એકદમ તેને આવતી જોઈ વિતર્ક કરવા લાગ્યું કે આ નવીન પ્રમદા કોણ આવે છે? પાતાલમાંથી નાગકન્યા આવે છે? કે કઈ વિદ્યાધરની સ્ત્રી હશે ? અથવા શું દેવાંગના, અસુરાંગના કે સિદ્ધાંગના મનુષ્ય લેકમાં આવી છે? એમ વિતર્ક કરતે હતો તેટલામાં પોતાની પાસે આવી તે ઉભી રહી. અને કુશલ વાર્તા પુછી આસન ઉપર બેઠી. પછી અંગરક્ષકના પુછવાથી