________________
નવઘનશ્રેણી કથા
(૧૦૯) કરી પાંચમાં અણુવ્રતમાં પ્રથમ અતિચાર શ્રવણ કરનારી અમારી જીજ્ઞાસા પૂર્ણ કરો. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, હે રાજન ! ગુહા દિક વસ્તુઓનું પરિમાણ ક્યબાદ અતિ ભરૂપી ગૃહથી ગ્રસ્ત થઈ જે ગ્રહણ કરેલા નિયમથી અધિક પરિગ્રહ કરે છે, તે પુરૂષ નવઘનની પેઠે બહુ દુઃખી થાય છે. શુ (સૂર) બ્રિજરાજ (સૂર્ય અને ચંદ્ર-ક્ષત્રિય અને બ્રાહ્મણ
'દિક) ના સમાગમમાં બહુ ઉત્સુક ઉદયાચલ નવદનદષ્ટાંત. સમાન ઉદયપુર નામે નગર છે. તેમાં
ઉદયાદિત્ય નામે રાજા છે. વળી તે નગરમાં નવઘન નામે શેઠ છે. તે હમેશાં નવીન મેઘની માફક સર્વ યાચક રૂપી ક્ષેત્રોમાં દાનરૂપી જળની વૃષ્ટિ કરે છે. બહુ ઉત્તમ શીલવાળી સંપદુ એવા નામની તેની સ્ત્રી હતી. તેઓ બંને સ્ત્રી પુરૂષ પરસ્પર સ્નેહથી વિષયસુખ ભેગવતાં હતાં. તેવામાં જૈનમંદિરમાં મહોત્સવ ચાલતું હતું. જેથી તેઓ કુતુહલને લીધે ત્યાં જવા માટે ગયાં. વળી ત્યાં આગળ ગુણરત્નના નિધાન સમાન સૂરીશ્વર ભવ્યજીવોને શ્રાવક ધર્મને ઉપદેશ આપતા હતા. તેથી તેઓ પણ સૂરિને વંદન કરી દેશના સાંભળવા બેઠાં. તે સમયે સૂરિએ પાંચમા અણુવ્રતની વ્યાખ્યા કરી. તે સાંભળી શેઠ અને શેઠાણીએ પણ સમ્યક્ત્વ પૂર્વક પાંચમું વ્રત પણ ગ્રહણ કર્યું. પછી ગુરૂની આજ્ઞા લઈ બહુ પ્રસન્ન થઈ તે બન્ને પિતાને ઘેર ગયાં. વળી પિતાને સંતાન નહીં હોવાથી તેઓ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યાં; તેમજ નવઘન શેઠ શુદ્ધ નીતિપૂર્વક વેપાર ચલાવતે હતે પિતાની દુકાનમાં ઉત્તમ કરિયાણું રાખતો હતો, કૂડ-કપટમાં તે સમજાતું નહોતે.
તેમજ શેઠ પિતે ધીર ધારને ધંધે પણ સારી રીતે કરતા