________________
( ૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
કાઇક ક્રોધી કુમાર પેાતાના ખડ઼ે ખેચી મારને મારવા જાય છે તેટલામાં તેનું પેાતાનું જ મસ્તક પૃથ્વી ઉપર પડ્યું. તે જોઈ સર્વ રાજકુમારે। ભયભીત થઇ ગયા. અને એક સાથે મળી મારની પાસે જઇ ક્ષમા માગી કહેવા લાગ્યા કે, મ્હોટી મહેરબાની કરી આપનું સત્ય સ્વરૂપ પ્રગટ કરે. તેણે પણ તેઓનું વચન માન્ય કરી વિદ્યાના પ્રભાવથી તત્કાળ માર ઉપર રચેલા વિમાનમાં આરૂઢ થઇ પેાતાનું સ્વરૂપ બતાવ્યું. અદ્દભુત્ પ્રકારનું તેનુ રૂપ જોઇ સર્વ રાજાએ પરસ્પર ગાઝી કરવા લાગ્યા કે, એની રૂપ સંપત્તિ અહુ મનહર છે, આ કોઇ પ્રભાવિક મહાત્મા છે—વિગેરે મહુ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ રાજાએ પોતાની પુત્રીના વિવાહ મહાત્સવ શરૂ કર્યાં. બહુ વિભૂતિ સાથે કમલશ્રીનું લગ્ન થઇ ગયું. પછી વિશાખ નદી નૃપતિ પ્રમુખ રાજકુમારીને સુયશ પાતે નિર્માણ કરેલા નગરમાં લઈ ગયા. કમલશ્રી તથા અન્ય રાજકુમારા સહિત તે પેાતાની માતાને નમસ્કાર કરી નીચે બેઠા. ત્યારબાદ વિશાખનદી રાજા તેની માતાને જોઇ વિચાર કરવા લાગ્યા, કે મારા જન્મ થવાથી જેને જંગલમાં કાઢી મૂકી હતી તે શું આ સાલાગ્યશ્રી—મ્હારી રાણી હશે ? એમ ચિતવતા હતા તેટલામાં તણીએ પોતેજ આસન આપ્યુ. રાજા પણ આસન ઉપર બેસી સ્નિગ્ધ વચનાથી ક્ષમા માગી. અને કહ્યુ કે, હે પ્રિયે ! આ મ્હારા અપરાધને ક્ષમા કર..અે બહુ નિર્દય કાર્ય કર્યું" છે. તમારા ત્યાગ કરવામાં ખરાબ નૈમિત્તિક લેાકેા હેતુ થયા છે, વિગેરે કેટલીક તેણે પ્રાર્થના કરી. પછી રાણી એલી, હે સ્વામિન્ ! એમાં તમ્હારા કંઇ દોષ નથી, પરંતુ આપણા બન્નેના કર્મનેાજ દોષ છે. કહ્યું છે કે—
जं जेण पावियव्वं, सुहमसुहं वावि जीवलोगंमि । तं पाविज्जइ नियमा, पडियारो नथ्थि एयस्स ||