________________
સુયશનુ૫ કથા.
(૭) અર્થ–“આ દુનિયામાં જે સુખ ના દુઃખ જોગવવાનું હોય છે તે નિશ્ચયભેગવવું પડે છે. તેને કેઈપણ અન્યથા કરવા સમર્થ નથી.” એમ બોલી પોતાના પુત્રને કહ્યું, હે પુત્ર! આ હારા પિતા છે, તેમને નમસ્કાર કર. તેણે પણ તે પ્રમાણે પિતાને આચાર કર્યો. રાજાએ આલિંગન કરી બહુ પ્રેમથી તેને પોતાના ખોળામાં બેસારી અનુક્રમે સર્વ વૃત્તાંત પૂછયું. દેવીના પ્રસવકાળથી પ્રારંભી કમલશ્રીના લગ્ન પર્યત સર્વ વાત્તાં તેણે પણ નિવેદન કરી. ત્યારબાદ રાજા બે, હે કુમાર! અહીં અને ત્યાં બન્ને રાજ્યને અધિકારી હવે તું છે. મારી સાથે ચાલ, રાજ્યગાદીએ ત્યારે અભિષેક કરવાને છે. સાભાગ્યશ્રી સહિત તેઓ બન્ને જણ ગજપુરમાં ગયા.
ત્યારબાદ પોતાની રાજગાદી ઉપર સુયશને સ્થાપન કર્યો. તે પછી પિતાનાં માતા પિતાને ત્યાં જઈ તેઓને પણ નમસ્કાર કરી સુખી કર્યા. પિતાના પિતાને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ વિશાખનંદી રાજાએ વૈરાગ્યભાવથી સંસાર છોડી ચારિત્ર ગ્રહણ કર્યું. નવીન ગાદીએ બેઠેલા રાજાનાં મોરધ્વજ અને સુયશ એવાં
બે નામ લોકમાં સુપ્રસિદ્ધ થયાં, અને હમોરબ્રજરાજા, મેશાં તે કમલશ્રી પ્રમુખ રાણુઓ સાથે
વિલાસ કરવા લાગે. વિષયગમાં તેને અત્યંત અભિલાષ જાગ્ર થયે. મિથુનરસમાં આસક્ત થઈ નિરંતર યુવતિઓ સાથે વિલાસ કરવામાં કાલક્ષેપ કરવા લાગ્યો. પો. તાના પતિને આ દુરાચાર જોઈ કમલશ્રી બાલી, હે સ્વામિન્ ! દરેક રાજાઓની અંદર તમે મુખ્ય ગણાઓ છે, તેમજ ધર્મનાં તને સારી રીતે જાણે છે અને શાસ્ત્રમાં પણ તહારી બુદ્ધિ બહુ નિષ્ણાત છે. છતાં તહાર સરખાઓને હદપાર વિષયપ્રસંગ સેવ તે ગ્ય ગણાય નહીં. કારણ કે