________________
સુયશશ્રેણિની કથા.
(૫) આપીને લોકોને તેમાં વસાવ્યા. મેરનગર એવું તે નગરનું નામ પાડયું. પછી મેર ઉપર રચેલા મણિમય વિમાનમાં બેસી બહુ વિદ્યાધર સહિત કાર્તિકેયની માફક તે આ જગતની અંદર વિવિધ રચનાઓ જેતે અને હમેશાં ઈચ્છા પ્રમાણે ફરતો હતો, જે જે નગર કે ગામમાં ઉત્તમ વસ્તુ તેના જેવામાં આવે છે તે તે વસ્તુઓ દ્રવ્ય આપીને અથવા પ્રાર્થના કરીને મેરનગરમાં તે લાવતું હતું. હવે તે નગરના સીમાડામાં શંખપુર નામે ગામ છે, તેના અધિપતિ શંખવર્ધન નામે રાજા છે. કમલશ્રી નામે તેની પુત્રી છે. તેના સ્વયંવરમાં સર્વ રાજકુમારે તેને વરવા માટે દેશાંતરથી આવ્યા છે. બત્રીશ કુમાર સાથે વિશાખાનંદી રાજા પણ ત્યાં આવ્યું. તે વૃત્તાંત દૂતના મુખથી જાણુને સુયશ પણ મરનું સ્વરૂપ પ્રગટ કરી વિવાહના દિવસે શંખપુરમાં ગયે, અને બહુ રાજકુમારે વડે મનહર દીપતા સ્વયંવર મંડપમાં જઈને બેઠો. તે વખતે તેની ડેકમાં મણિમાલા શેભતી હતી. કમલશ્રી કુમારી પ્રફુલ્લ પુષ્પની માલા પિતાના હસ્તે કમ
લમાં ધારણ કરી સ્વયંવર મંડપમાં આવી. મોરને ચમત્કાર. પ્રતિહારીએ વંશ વિગેરેનું વર્ણન કરી
રાજકુમારની ઓળખાણ આપી. અને કહ્યું કે, હે મૃગાક્ષીઆ અમુક રાજાને અમુક પુત્ર છે, સાવધાન થઈ અવલોકન કર. એવી રીતે દરેકનું વર્ણન કરતાં છેવટ ગજપુર નરેંદ્રનું વર્ણન કરી બતાવ્યું. પરંતુ જેમ પ્રફુલ્લ પાંખડીઓથી શોભતાં આકડાનાં પુષ્પો ઉપર ભ્રમરીની દૃષ્ટિ કરતી નથી. તેમ તેની દૃષ્ટિ કેઈપણ રાજકુમાર ઉપર પ્રસન્ન થઈ નહીં. પછી તેણીએ મેરના કંઠમાં વરમાલા પહેરાવી. તે જોઈ રોષથી કંપે છે આઠ જેમના એવા રાજકુમારે બોલ્યા, રે ! આ મોરને ખથી જલદી મારી નાખે, શું જોઈ રહ્યા છે. એમ સાંભળી