________________
ધનદાછિની કથા.
(૮૩) પ્રમાણે મંત્રીએ થોડા સમયમાં સર્વ તૈયાર કરાવ્યું. ત્યારબાદ સંગીત સાથે હમેશાં જીનમંદિરમાં મહત્સવ થાય છે અને તે બાળા પણ ત્યાં નૃત્ય કરવા જાય છે. એક દિવસ રાજા રાત્રીના સમયે સુતા હતા તેવામાં રૂષભદેવના
- મંદિરમાં જીનેન્દ્ર ભગવાનને મહોત્સવ ચાલુ રાજાની પ્રવૃત્તિ થયે, તે તેને સાંભળવામાં આવ્યું જેથી
તે રાજા એકાકી પાછળના કારથી બહાર નીકળી જીનભવનમાં આવ્યું અને અપ્સરાઓ સમાન વેશ્યાઓનું નાટ્ય જેવા લાગે. તેવામાં ભુવનાનંદા પોતેજ નવનવા પાઠથી નૃત્ય કરવા લાગી. ઉત્તમ વેષ ધારણું કરી આવેલે રાજા પણ તેની ઉપર બહુજ આસક્ત થયો. સંગીતની સમાપ્તિ થઈ એટલે ભુવનાનંદા મેનામાં બેસી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. રાજા પણ તેની સાથે તેના ઘેર ગયો અને તે રાત્રીએ તેની સાથે જ ત્યાં સુઈ રહ્યો. એ પ્રમાણે રસ પડવાથી રાજા હમેશાં પ્રેક્ષણક જેવા આવે છે અને રાત્રીએ ભુવનાનંદાની સાથેજ ત્યાં રહે છે. રાજા જે કંઈ વાત કરે છે તે સર્વ ભુવનાનંદા પોતાના પિતાને જણાવે છે મંત્રી પણ સર્વ વૃત્તાંત વહિકામાં લખી લે છે. એક દિવસ ભુવનાનંદા પિતાના મકાનના પગથારીઆમાં જેડા મૂકી ઘરની અંદર ચાલી ગઈ અને રાજાને કહ્યું કે, હાલમાં અહીં દાસી નથી માટે તમેજ જેડા લાવને ? રાજા પણ પોતાના મસ્તકે ચઢાવી જેડા ઘરની અંદર લા! અને અર્ધરાત્રીએ ત્યાંજ સુઈગયે. પછી ભુવનાનંદ બોલી આજે મહારા પગ બળે છે, માટે દાસીને ઉઠાડે, ક્ષણમાત્ર સિંચન કરે તે મહને નિદ્રા આવે. તેણીએ ના પાડી તેપણુ રાજ પોતેજ સિંચન કરવા લાગ્યા. પછી તે સુખેથી સુઈ ગઈ. ત્યારબાદ તેણીએ સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશ કરતે ચંદ્ર જે, પછી જાગ્રત થઈ ભુવનાનંદાએ પોતાની સેવામાં