________________
(૮૨).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પરિક્ષા માટે રાજાએ કહ્યું કે, હે સુંદરી! તું અતિ પંડિતા છે. માટે જ્યાં સુધી ત્યારે સર્વોત્તમ ગુણવાન પુત્ર ઉત્પન્ન થાય ત્યાંસુધી હારે ઘેર આવવું નહીં. તેણીએ પણ કહ્યું કે, હે પ્રિયતમ ! જ્યારે પુત્ર થશે ત્યારે જ તમારે ત્યાં હું આવીશ, પરંતુ આટલી હારી પ્રતિજ્ઞા સાંભળો. “જે હું સત્ય પંડિતા હઈશ તે તમ્હારા હાથથી મહારા પગ ધવરાવીશ, અને મહારા જેઠા પણ તમહારી પાસે ઉપડાવીશ એટલું યાદ રાખજે.” એમ એકાંતમાં કહી તે બાળા પિતાને ઘેર ગઈ. ભુવનાનંદાએ એકતમાં બેસી પિતાના પિતાની આગળ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. મંત્રી બે , હે પુત્રી ! અતિ દુર્ઘટ આ કાર્ય કેવી રીતે સિદ્ધ થશે? પુત્રી બલી, હે તાત! જુઓ, બુદ્ધિ આગળ કંઇપણ દુર્ઘટ નથી. મંત્રી બલ્ય, કાર્યગતિ બહુ વિષમ હોય છે. દાન, બુદ્ધિ કે પરાકમથી પણ તે સિદ્ધ થતી નથી, માત્ર એક દેવની સહાયથી જ તે સિદ્ધ થાય છે. એમ પિતાનું વચન સાંભળી બાળા બોલી હે પિતાજી? આપનું કહેવું સત્ય છે એમાં કોઈ પ્રકારને સંદેહ નથી. જેને દરેક કાર્યમાં બુદ્ધિ પણ કમ વશથી જ પ્રાપ્ત થાય છે. વળી હે તાત ! લાંબા વિચારની કંઈ જરૂર નથી, માત્ર કરવાનું એટલું જ છે કે રાજાના મહેલની પશ્ચિમ બાજુએ હિમાલયના શિખર સમાન એક શ્રી રૂષભદેવનું મંદિર બંધાવે. તેમાં ત્રણે કાળે સંગીત સાથે મહોત્સવ થાય તેવી ગોઠવણ કરો. તેમજ વારાંગનાઓના મહેલ્લામાં હારે રહેવા માટે એક હવેલી બંધાવે. વળી કેટલીક સ્ત્રીઓને ઉત્તમ શણગાર સાથે સરસ સંગીતકલામાં કુશલ કરવી જોઈએ, કેટલીકને નાટયકલા, કેટલીકને ભરતરાજાના ઉત્તમ હાવભાવમાં કુસલ, તેમજ કેટલીકને વેણુ, વીણા, મૃદંગાદિક વાદ્ય વગાડવામાં પ્રવીણ કરવી જોઈએ અને તે સર્વ વેશ્યાઓ હેવી જોઈએ. એમ તે બાળાના કહ્યા