________________
વીરકુમારની કથા.
(૬૧) દૂતીના કહેવાથી મહેં હવે અહીં બોલાવી છે. પરંતુ તેનું કારણ એ છે કે જૈનધર્મનો ઉપદેશ કરી દુરંત દુઃખદાયક આ દુરાચારથી હારૂં ચિત્ત નિવૃત્ત કરવું અને શુદ્ધ ધર્મમાં તને સ્થિર કરવી એ મહારે અભિપ્રાય છે. રાણી બોલી પ્રથમ આપ શારીરિક સુખ આપે અને પછી આપને વિચાર પણ સત્ય કરે. કુમાર બોલ્ય લગ્ન સમયથી પ્રારંભી આજસુધી કામદેવ સમાન સુંદર આકૃતિવાળા પોતાના પતિની સાથે વિષય ભોગવવાથી તેને તૃપ્તિ ન થઈ તે હવે ચાર્ય તરીકે હારા સમાગમથી તૃપ્તિ કયાંથી થશે ? માટે આ અસદુ આગ્રહ છેડી દઈ નિરાબાધ ધર્મ માર્ગનું સેવન કર. આ પ્રમાણે ઉપદેશદ્વારા કુમારે બહુ સમજાવી તે પણ તેણુએ પોતાને અભિપ્રાય છે નહીં અને ફરીથી બેલી હે કુમાર ? હું હારા કહ્યા પ્રમાણે ચાલીશ. પરંતુ હારી દૂતિ આગળ જે વચન લેં કહેલું છે તે પ્રથમ સત્ય કર. અન્યથા હારા વચનને મહને વિશ્વાસ કેમ આવે ? ત્યારબાદ કુમારે પિતાને સત્ય વિચાર જણાવ્યું. હે સુભગે! આ હારી વાંછા આ જન્મમાં પૂર્ણ થવાની નથી, કારણકે પરસ્ત્રીને સંગ સર્વથા હારે ત્યાજ્ય છે. એ પ્રમાણે કુમારનું અસાધારણ સત્વ તેમજ સન્માગનાં પ્રતિબોધક વચન અને પોતાના દુષ્ટ અધ્યવસાયને વિચાર કરતી તે રાણું વૈરાગ્ય પામી કુમારના પગમાં પડી અને બોલી કે હે ધર્મ બાંધવ? સત્વના નિધિ સમાન તું હારે નાને બંધુ છે અને હું હારી માતા સમાન પાપિષ્ઠ ન્હન થાઉં છું, છતાં નિર્લજજ થઈ મર્યાદાનો ત્યાગ કરી મહે હારી ઉપર જે પાપ ચિંતવ્યું, તે પાપથી હું કેવી રીતે મુક્ત થઈશ ? વળી હે કુમાર! આ વૃત્તાંત તું જાણતો નથી કે હું હારી ઓરમાન હેટી બેન થાઉં છું. તે વૃત્તાંત હું કહું છું. જેમકે મહારો જન્મ મૂળ નક્ષત્રમાં થયે હતો, તેથી પિતાને પ્રેમ હારે વિષે બીલકુલ નહીં.