________________
પગામ સિજ્જા
હ૭ શ્રુતસ્કંધનાં રસાળ અધ્યયનેને અંગે (અશ્રદ્ધા, વિપરીતપ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તેનાં નામે આ પ્રમાણે છે. ૧–સમય, ર–વૈતાલીય, ૩-ઉપસર્ગપરિજ્ઞા, ૪–સ્ત્રીપરિજ્ઞા, પનરકવિભક્તિ, વીરસ્તવ, છ– (કુશીલીઓની) કુશીલ પરિભાષા, ૮-વીર્ય, ૯-ધર્મ, ૧૦સમાધિ,૧૧-માર્ગ, ૧૨-સમવસરણ, ૧૩-અવિતથ,૧૪–ગ્રંથ, ૧૫-ચદતી અને ૧૬-ગાથા. “સત્તાવડમંચ'=સત્તર પ્રકારના સંયમ (આ ગ્રંથમાં જુદે આપેલ છે તેના)થી વિરૂદ્ધ અસંયમને આચરવાથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિકમણ, “ગાવિ વહ્મણિ = દારિક અને કિય શરીર દ્વારા (એટલે મનુષ્ય, તિર્યંચ અને દેવના શરીર સાથે) મન-વચન અને કાયાથી મૈથુન સેવવું નહિ, સેવરાવવું નહિ, સેવતાને સારો માને નહિ એમ (ર૪૩ =૬૪=૧૮) અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ જોનર્વિચા શાનાથ =“જ્ઞાતા ધર્મકથા” નામના છઠા અંગસૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં ઓગણસ અધ્યયનને અંગે (અશ્રદ્ધા, ઉત્સુત્ર પ્રરૂપણા વિગેરેથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. તે અધ્યયને આ પ્રમાણે છે. ૧–ઉતક્ષિપ્ત જ્ઞાત, ૨-સંઘાટક જ્ઞાત, ૩–અંડકજ્ઞાત, ૪-કૂર્મજ્ઞાત, પ-સેલકજ્ઞાત, દ–તુંબકજ્ઞાત, ૭-રોહિણીજ્ઞાત, ૮-મલ્લીજ્ઞાત, ૯-માર્કદીજ્ઞાત, ૧૦-ચંદ્રમજ્ઞાત, ૧૧-દાવદ્રવજ્ઞાત, ૧૨ઉદકજ્ઞાત, ૧૩-મંડુક્કજ્ઞાત, ૧૪-તેલીજ્ઞાત, ૧૫-નંદીફળજ્ઞાત, ૧૬-અપરકકાજ્ઞાત, ૧૭–આકીર્ણજ્ઞાત, ૧૮-સ્સુમા