SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૧૬૫ દેવદેવીઓની પરાધીનતા છે માટે હું મારા પિતાનાં જ દેવ-દેવીનાં ઉભયરૂપિ વિકુવીને બન્ને વેદનાં સુખો ભેગવી શકું તે “સ્વપ્રવિચારી દેવ થાઉ–૬, કેઈ મનુષ્ય અને દેવોના ભેગોથી વૈરાગી બનેલો સાધુ કે સાધ્વી એમ વિચારે કે આ ધર્મ ને સફળ હોય તે જ્યાં પ્રવિચારણા નથી તેવો (નવયકાદિ) “અ૫દવાળે દેવ થાઉ– ૭, કોઈ એમ વિચારે કે દેવ તે અવિરતી હોય છે, માટે આ ધર્મનું ફળ મળે તે હું અન્ય જન્મમાં શ્રીમંત ઉગ્રકુળ વિગેરે ઉત્તમકુલમાં “શ્રાવક થાઉં-૮, અને કેઈએમ વિચારે કે કામભોગ દુઃખદાયી છે, ધન પ્રતિબંધક છે માટે અન્યભવમાં હું ‘દરિદ્ર થાઉં” કે જેથી સુખપૂર્વક ગૃહસ્થભાવને ત્યજી પ્રવજ્યા ગ્રહણ કરી શકું. ૯, એમ પિતાના તપ-નિયમ વ્રત વિગેરેની આરાધનાના ફળ રૂપે અન્યભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાને નિશ્ચય કરવો તે *નવનિયાણાને, તથા “સંસારરથા નવ * આમાં પહેલા છ નિયાણુવાળાઓ અન્યભવે વીતરાગને માર્ગ સાંભળે તે પણ તેની શ્રદ્ધા ન થાય, સાતમા નિયાણુવાળાને ધર્મમાં શ્રદ્ધા થાય, પણ દેશવિરતિના પરિણામ ન થાય, આઠમા નિયાણાવાળા શ્રાવક થાય, પણ સર્વવિરતિ પ્રાપ્ત ન કરે અને નવમા નિયાણાવાળાને સાધુપણું મળે પણ મેક્ષ પ્રાપ્તિ ન થાય, એમ સમજીને નિયાણું નહિ કરવાં, કારણ કે નિયાણ કર્યા વિના જ સાધુ-શ્રાવકધર્મના ફળરૂપે તે તે ફળ મળે જ છે, ઉલટું નિયાણું કરવાથી ભવિષ્યમાં ધર્મપ્રાપ્તિ થતી નથી, છેલ્લાં નિયાણાથી સમકિત દેશવિરતિ-સર્વવિરતિ પ્રગટ થવા છતાં જીવને મેક્ષ અટકે છે, પ્રથમનાં સાત નિયાણું તે નિયમો સંસારવર્ધક છે જ.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy