________________
૧૪૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ અથવા બીજાએ ગ્રહણ કર્યું તેને સારૂં માન્યું, વગેરે બાકીને અર્થ પણ પૂર્વ પ્રમાણે
જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ અદત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ અને બીજા ગ્રહણ કરનારને સારો માનીશ નહિ, વિગેરે પ્રથમ વ્રત પ્રમાણે–
નિશ્ચયથી આ અદત્તાદાનને ત્યાગ હિતકારી છે, વિગેરે પણ પૂર્વ પ્રમાણે, હે ભગવંત! હું આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયેલ છું, સર્વથા અદત્તાદાનના ત્યાગને (વિરતિને સ્વીકારું છું. (૩)
હવે ચોથા વ્રતના વિશિષ્ટ (ફેરફારવાળા) પાઠના અર્થ કહે છે.
“સાવ વચ્ચે અંતે ” ઈત્યાદિક હવે તે પછીના ચોથા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરેએ મિથુનથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે, હે ભગવંત ! તે સર્વ મિથુનને હું પચ્ચકખું છું. (ત્યાગ કરૂં છું) દેવ-દેવીના કિયા શરીર સંબંધી, મનુષ્ય સ્ત્રી-પુરૂષના શરીર સંબંધી, અને તિર્યંચ ઘડા-ઘેડી આદિના શરીર સંબંધી, કઈ પણ મિથુન હું સ્વયં સેવું નહિ, બીજાને સેવરાવું નહિ, કે બીજા સેવનારાઓને હું સારું માનું નહિ, (એવું પચ્ચકખાણ મારે) જાવજીવ સુધી, વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે તે મૈથુન ચાર પ્રકારનું છે, દ્રવ્યથી વિગેરે, તે પણ પૂર્વે કહ્યા પ્રમાણે તેમાં ૧ દ્રવ્યથી