________________
૫૮
.
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે વધારે, ૩૦. દેવોની અવજ્ઞા કરે, અર્થાત્ વિષયાંધ દેવનું શું પ્રયોજન છે? હું જ દેવ છું, એમ બીજાઓને જણાવે (આ ત્રીસ પ્રકારોથી સામાન્યથી દરેક કર્મનું “મેહ” એવું નામ આપેલું હોવાથી સામાન્યતયા આઠેય કર્મોને અને વિશેષતયા મોહનીય કર્મને જીવ બાંધે છે), તે મહામહને પેદા કરનારાં, સાધુઓને જેને પક્ષ થવો સંભવિત છે, એવાં ત્રીસ સ્થાનકે પિકી કઈ કરવાથી, કેઈ કરાવવાથી અને કઈ કરવાની મનમાં ઈરછા કરવાથી જે અતિચાર લાગે હોય તેનું પ્રતિક્રમણ તથા “ઇઝરાતા સિવિશુળેઃ '— ક્રમિક નહિ પણ સિદ્ધાવસ્થાના પ્રારંભમાં જ એકસાથે પ્રગટ થતા હોવાથી જેને આદિ ગુણો કહ્યા છે, તે એકત્રીસ સિદ્ધાદિ ગુણેને અંગે અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણ, અબહુમાન આદિ કરવાથી જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ. એ ગુણ આ પ્રમાણે છે: (ગેળ, ચોરસ વગેરે) પાંચ સંસ્થાને (આકારે), ગુફલાદિ પાંચ વર્ણો, સુરભિ, દુરભિ બે પ્રકારના ગંધ, મધુર આદિ પાંચ પ્રકારના રસે, ગુરુ-લઘુ આદિ આઠ સ્પર્શીએ અને પુરુષ વેદ વગેરે ત્રણ વેદે, અઠાવીશને અભાવ તે અઠાવીશ, તથા અશરીરીપણું, અસંગાપણું અને જન્મરહિતપણું એમ એકત્રીશ ગુણે; અથવા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મના ક્ષયરૂપ એકત્રીશ ગુણે, તે આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, નવ પ્રકારનું દર્શનાવરણીય, બે પ્રકારે વેદનીય, દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે મેહનીય, ચાર પ્રકારનું આયુષ્ય, શુભ અને અશુભ એમ બે પ્રકારે નામકર્મ, બે પ્રકારે