________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
શત્રુઓની હિંસા, અથવા સર્પ વગેરેને એણે હણ્યા, હણે છે કે હશે; એમ તેની ત્રણ કાળ સખ`ધી હિંસા માટે દંડ કરવા-માર મારવા; તે હિસાથે ક્રિયા-હિ‘સાક્રિયા. ૪. અકસ્માત્ક્રિયા-કોઈ બીજાને હણવા માટે ખાણુ વગેરે શસ્ત્ર ફેકવા છતાં ઘાત બીજાને થાય તે. ૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા-મિત્ર છતાં શત્રુ જાણીને કે ચાર ન હાય તેને ચાર સમજીને હશુવા. ૬. મૃષાક્રિયા(પોતાના માટે કે જ્ઞાતિજન વગેરેના માટે) અસત્ય લવારૂપ કિયા, ૭, અદત્તાદાનક્રિયા-પેાતાના કે જ્ઞાતિજન વગેરેના માટે સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકરઢત્ત અને ગુરુઅદત્ત એ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવારૂપ ક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા-કાંકણ દેશના સાધુની જેમ ચિંતવવુ' તે. ( અથવા કોઈ કંઈ કહે નહિ તેાપણુ પોતે હ્રદયમાં ક્રોધ-માન-માયા-લાભથી દુઃખી થાય તે પાતાના આત્મામાં થતી ક્રિયા.) ૯. માનક્રિયા-પાતે જાતિ, કુળ વગેરેને મદ (અભિમાન) કરીને બીજાને હલકા માનવા-અવહેલણા કરવી * કાંકણુ દેશના એક ખેડૂતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી. તેણે એક દિવસે કાર્યોત્સર્ગ કરેલા, તેમાં બહુ વાર લાગવાથી ગુરૂએ પૂછ્યું: “હે મહાનુભાવ ! આટલા વખત તેં કાયોત્સર્ગ માં શું ચિતવ્યુ ??, તેણે કહ્યું : “જીવદયા ! કેવી વયા ચિંતવી ? ત્યારે કહ્યું: “અત્યારે વર્ષાઋતુ છે, હું ખેતી કરતા ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ' વગેરે સારી રીતે કરતા, તેથી અનાજ ઘણું પાકતુ. હવે પુત્રો પ્રમાદી છે તે સૂડ વગેરે નહિ કરે તા અનાજ ઓછું પાકશે, તા તે બિચારા શું ખાશે? માટે સૂડ વગેરે કરે તા સારું, વગેરે ચિંતવ્યું. '' ગુરૂએ સાવદ્ય જણાવી નિષેધ કર્યો વગેરે.
૪૬