________________
૩૬
શ્રી પ્રક્રિયાનાં સૂત્રો-સાથે સ્વરૂપ વિચારવું તે. અને ૪. સંસ્થાનવિચય: શ્રી જિનેશ્વરદેવે કહેલાં (ધર્માસ્તિકાયાદિ) છ દ્રવ્યનાં લક્ષણ, આકાર, આધાર, ભેદે અને પ્રમાણ વગેરેનું ધ્યાન કરવું તે. તેમાં ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસહાયકતા, જીવનું જ્ઞાનાદિ વગેરે તે તે દ્રવ્યોનાં તે લક્ષણો કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયને આકાર લોકાકાશ જે, જીવોનો સમચતુરસ્ત્ર સંસ્થાનાદિ છ પ્રકારનો, અજીવનો ગોળ-લંબગોળ આદિ પાંચ પ્રકારનો, કાળનો મનુષ્યક્ષેત્રના જેવો ગોળ વગેરે તે તે દ્રવ્યોનો આકાર સમજવો. છયે દ્રવ્યોનો આધાર ચૌદ રાજલક પ્રમાણ કાકાશ સમજવું. જીવ-અજીવ વગેરેના. પ્રકારો એ તેના ભેદો અને તે તે પદાર્થોનું જઘન્ય, ઉત્કૃષ્ટ વગેરે માપ તે પ્રમાણ જાણવું. તેનું વિચય” એટલે ચિંતન દ્વારા પરિચય કરે તે સંસ્થાનવિય. એમ ચાર ભેદે ધમ્ય ધ્યાનના છે. તેનાં લિંગો ઃ ૧. આગમથી, ૨. ઉપદેશશ્રવણથી, ૩. (ગુરુની) આજ્ઞાથી અને ૪. નૈસર્ગિક ભાવે– એમ શ્રી જિનેશ્વરે કહેલા પ્રત્યક્ષ-પરોક્ષ ભાવમાં તે તે પ્રકારે શ્રદ્ધા થવી તે ધર્મેધ્યાનનાં લિંગો જાણવાં. અર્થાત જિનકથિત તની શ્રદ્ધાથી ઓળખાય કે જીવમાં આ ધમ્ય ધ્યાનનાં લિંગો છે. જિનકથિત તત્ત્વની શ્રદ્ધાથી ઓળખાય કે આ ધર્મધ્યાની છે.
૪.શુકલધ્યાન–એના પણ ૧. પૃથકૃત્વવિતર્ક સવિચાર, ૨. એકવિતર્ક અવિચાર, ૩. સુમકિયા અનિવૃત્તિ અને ૪. વ્યછિન્નકિયા અપ્રતિપાતિ, એમ ચાર ભેદ છે. તેમાં એક જ