________________
(૩૭
પગામ સિજજા દ્રવ્યમાં તેની ઉત્પત્તિ, વ્યય અને સ્વૈર્યાદિ પર્યાની તે દ્રવ્યથી ભિન્નતાનો જે વિતર્ક (કલ્પના) તેને વિચાર” એટલે સંકમ, તેનાથી યુક્ત જે ધ્યાન તે ૧. “પૃથકત્વવિતર્કસવિચાર.” અહીં સંક્રમ પરસ્પર “અર્થ—વ્યંજનમાં તથા ગોમાં સમજ. તે અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય)માંથી વ્યંજન એટલે શબ્દમાં અને શબ્દમાંથી પદાર્થમાં, એમ ત્રણ યોગોમાં (મન, વચન, કાયામાં) પણ પરસ્પર વિચારનું સંક્રમણ તે “વિચાર”. અને તેવા વિચારવાળું ધ્યાન, માટે “સવિચાર' (અર્થાત એક જ દ્રવ્યમાં તેના પર્યાયોના ભેદની કલ્પનાથી પરસ્પર શબ્દ-અર્થ (વાચકવીટ્ય) ના તથા મન, વચન, કાયાના સંક્રમથી વિચાર કરવો તે. ૨. “એકત્વવિતર્કઅવિચાર’: “એકત્વ” એટલે દ્રવ્યપર્યાયના અભેદપણાને “વિતક”=શબ્દ અથવા અર્થની કલ્પના, તે પણ “અવિચાર એટલે શબ્દ-અર્થ-ગના સંકમ રહિત અર્થાત્ કોઈ એક જ યોગનું આલંબન લઈને માત્ર શબ્દથી અથવા અર્થથી, એક જ અપેક્ષાએ દ્રવ્યપર્યાયની અભિન્નતાનું ધ્યાન કરવું તે. શુકલધ્યાનના આ બે ભેદ પૂર્વધરોને હોય છે. ૩. “સૂક્ષ્મકિયાઅનિવૃત્તિ: ત્રણ ગો પૈકી મન-વચનના વેગોને સંપૂર્ણ રેપ કર્યા પછી (બાદર) કાયયોગને અર્ધી રેધ કરનાર કેવલીને ગિનિરોધ કરતાં (માત્ર સૂમ કાગના વ્યાપારરૂપ) હોય તે ત્રીજું. અને ૪. “યુછિન્નક્રિયાઅપ્રતિપાતિ': ચૌદમે ગુણસ્થાનકે શેલેશી અવસ્થામાં રોગના અભાવરૂપ,