________________
પગામ સિજજા.
એમ ચાર પ્રકારે રૌદ્રના જાણવા. રૌદ્ર ધ્યાનનાં લિંગ (નિશાનીઓ) પણ ૧. ઉત્સન્ન, ૨. બહુલ, ૩ નાનાવિધ અને ૪. આમરણ, એમ ચાર છે. તેમાં હિંસાનુબંધિ આદિ ચાર પ્રકારે કહ્યા તે પૈકીના કેઈ એક પ્રકારના રૌદ્રધ્યાનમાં ઉત્સન્નઃ સતત પ્રવૃત્તિ કરે તે, ૧. “ઉત્સન્નદોષ. ચારેય પ્રકારોમાં એ રીતે પ્રવૃત્તિ કરે (અર્થાત્ હિંસા, જૂઠ, ચેરી અને વિષયરક્ષણ એ ચારેય આચરે) તે ૨. “બહુલદોષ'. ચામડી ઉતારવી, નેત્રો ઉખેડવાં વગેરે હિંસાના ભિન્ન ભિન્ન ઉપાય (પ્રકારે) વારંવાર કરે તે ૩. “નાનાવિધ દોષ”. અને પિતે કે સામે પણ મહા (માણિતિક) આપત્તિમાં મુકાય તેપણ પિતાના અકાર્યને પશ્ચાત્તાપ ન થાય અર્થાત્ મરી જવા સુધી અકાર્યથી ન અટકે તે ૪. ‘આમરણદેષ’. .
૩. ધર્મધ્યાનધર્મેધ્યાનના ચાર પ્રકાર છે. તેમાં ૧. આજ્ઞાવિચય : જેણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય અને ભાવનાઓથી આત્માને અભ્યાસી બનાવ્યો હોય તે આત્મા પિતાને નય-નિક્ષેપ-સપ્તભંગી વગેરે તે તે અપેક્ષાઓથી અતિગહન એવું શ્રી જિનવચન તુરછ બુદ્ધિથી ન સમજાય પરંતુ તે સત્ય જ છે એવું ચિંતન કરે તે. ૨. અપાયરિચય રાગ, દ્વેષ અને કષાયને તથા તેના ચોગે હિંસા, જૂઠ, ચેરી વગેરે આશ્રોને કરનારા તે તે આત્માઓ તે તે આથી આલોક-પરલોકમાં જે જે દુઃખ પામે તેનું ધ્યાન કરવું તે. ૩. વિપાકવિચાય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર ભેદથી આઠ કર્મોનું