________________
૩૪
શ્રી શ્રમણ ક્રિયાનાં સૂત્ર–સાથે થતાં તેના વિયેગની અને ભવિષ્યમાં એ યોગ ન થવાની, ઈત્યાદિ ચિંતા-અભિલાષા કરવી તે. ૨. “ગચિંતા’: શૂલ વગેરેને રેગ થતાં તેના વિયેગનું ધ્યાન કરવું, કે તે મડ્યા પછી પુનઃ ન થાય એવી ચિંતા કરવી તે. ૩. “ઈષ્ટસંગ આર્તધ્યાન મળેલા મનપસંદ શબ્દાદિ વિષયને તથા ઉદયમાં આવેલા શાતાદનીય વગેરે (સુખ)નો વિગ ન થાય તેવી તથા તે સુખ કે સુખના સાધનરૂપ શબ્દાદિ વિષને પેગ થાય તેવી અભિલાષા-ચિંતા કરવી તે. અને ૪. “નિદાન અન્ય ભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ (સુખ)ની પ્રાર્થના કરવી તે. આ આર્તના ચાર પ્રકારે જાણવા. આ આર્તધ્યાનને ઓળખવાનાં લિંગ પણ ચાર છે. ૧. દુઃખીઆને વિલાપ ૨. અગ્રુપૂર્ણ નયને રુદન, ૩. દીનતા કરવી અને ૪. માથું કૂટવું–છાતી પીટવી વગેરે. એમ કરનારે આર્તધ્યાની છે એમ સમજવું.
૨. રાદ્રધ્યાન-રૌદ્રધ્યાનના ચાર પ્રકારે છે. તેમાં ૧. હિંસાનુબંધિઃ છને મારવા-વિધવા-બાંધવા-ડામ દેવા
અંગોપાંગાદિ છેદવાં કે પ્રાણમુક્ત કરવાં, ઈત્યાદિ વિચારવું તે. ૨. મૃષાનુબંધિઃ ચાડી, અસભ્ય, અસત્ય કે કોઈને ઘાત વગેરે થાય તેવું બોલવાનું વિચારવું તે. ૩. તેયાનબંધિઃ ક્રોધ, લોભ વગેરેથી બીજાનું ધનહરણ કરવાનું ચિતવવું તે. અને ૪. વિષયસંરક્ષણનુબંધિઃ પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયેના આધારભૂત તે તે પદાર્થોના રક્ષણ માટે “રખે કેઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યેની શકાથી બીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું તે.