________________
૩ર
શ્રી શ્રમણ કિયાનાં સૂત્રો-સાથે ઉદયમાં આવેલાને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે. (એના ઉત્તર ભેદે, સ્થિતિ, ફળ અને સ્વરૂપ વગેરે અન્ય ગ્રન્થો, પહેલા કર્મગ્રંથ વગેરેમાંથી જેઈ લેવું). તથા “પ્રતિ चतसृभिः संज्ञाभिः, आहारसंज्ञया, भयसंज्ञया, मैथुनसंज्ञया, વરિપ્રસંશયા' સંજ્ઞા એટલે સમજ, અભિલાષા વગેરે, અર્થાત્ અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલું પૌગલિક વાસનાનું બળ તે સંજ્ઞ; તેના ચાર પ્રકારે છેઃ ૧-સુધા વેદનીયના ઉદયથી આહારની અભિલાષા તે “આહાર સંજ્ઞા ૨-(ભય) મોહનીયના ઉદયથી ડરવું તે “ભયસંજ્ઞા;૩-વેદ મેહનીયના ઉદયે મિથુનની અભિલાષા થાય તે “મૈથુનસંજ્ઞા અને ૪-તીવ્ર લોભને ઉદયે જડ પદાર્થ ઉપર મૂછ થાય તે “પરિગ્રહસંજ્ઞા’. (એ ઉપરાંત દશ-સેળ વગેરે ભેદે પણ કહ્યા છે, જે આ ચારના જ ઉત્તર ભેદે રૂપ છે. તે દંડક વગેરે થી જાણી લેવા) તે ચાર સંજ્ઞાઓથી જે
અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિકમણ, વળી ‘પ્રતિ વર્તણૂમિविकथाभिः, स्त्रीकथया, भोजनकथया,देशकथया, राजकथया' =અહી વિરુદ્ધ-વિપરીત કહેવું તે વિકથા (જેમ કે-સ્ત્રી કે પુરુષ સંબંધી કામજિક વાર્તા કરવી તે સી કથા; બલરૂપ-સ્વાદને ઉદ્દેશીને રાગ-દ્વેષજનક ભજનની વાર્તા કરવી તે ભક્ત કથા; સુખ-સંપત્તિને ઉદ્દેશીને રાગ-દ્વેષથી દેશની વાર્તા કરવી તે દશકથા અને રાગ-દ્વેષાદિના લીધે રાજાના ગુણદોષ વગેરેની વાર્તા કરવી તે રાજકથા), શ્રી સ્થાના સૂત્રમાં એ ચાર ઉપરાંત મૃદુકારુણિકી, દર્શનભેદિની અને ચારિત્રદિની એમ ત્રણ મળી સાત વિકથાઓ કહી છે. તેમાં