________________
૩૦
શ્રી શ્રમણ કિયાનાં સૂત્રે-સાથ અને લોભરૂપ આત્માને અશુભ ભાવ. આવું ગૌરવ રાજપૂજા કે આચાર્યપણું વગેરે ઋદ્ધિ (સન્માન-સંપત્તિ) મળવાથી, ઈષ્ટ (મનોનુકૂળ) રસની પ્રાપ્તિથી અને શાતાથી (સુખથી) થાય અર્થાત્ તેની તેવી પ્રાપ્તિનું અભિમાન કરવાથી અને વધારે મેળવવાની પ્રાર્થના (અભિલાષા) કરવાથી થાય માટે તેના ઋદ્ધિ, રસ અને શાતા એમ ત્રણ પ્રકાર કહ્યા. તે કરવાથી થયેલા અતિચારનું પ્રતિકમણ. તથા “પ્રતિ તિકૃમિનિધન, જ્ઞાનવિરાધના, વિરાધના, ચારિત્રવિરાધના=વિરાધના એટલે ખંડના, જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની એમ ત્રણની વિરાધના દ્વારા. તેમાં જ્ઞાનની વિરાધના પાંચ પ્રકારે થાયઃ ૧-જ્ઞાનની નિંદા કરવાથી ૨–ગુર્વાદિ ઉપકારીઓને છુપાવવાથી–તેઓને ઉપકાર માની કૃતજ્ઞભાવ દાખવવાને બદલે તેઓના ઉપકારને ઓળવવાથી; ૩-શાસ્ત્રોમાં તેના તે જ પૃથ્વીકાયાદિ જીવનું અને પ્રાણાતિપાતવિરમણાદિ વ્રતોનું વારંવાર વર્ણન (નિષ્કારણ) કર્યું છે,” “મ, વિષય આદિ પ્રમાદનું અને તેના પ્રતિપક્ષી અપ્રમાદેનું જ્યાં ત્યાં વારંવાર વર્ણન કરીને પુનરૂક્ત દેષ કર્યો છે,” તથા “સાધુજીવનમાં જ્યોતિષ કે યોનિના જ્ઞાનની શું જરૂર છે? નિરર્થક તિકશાસ્ત્રનું અને
નિપ્રાભત વગેરેનું વર્ણન કર્યું છે, એમ શાસ્ત્રોની નિંદાદિ આશાતના કરવાથી ૪–સ્વાધ્યાય કરનારને અન્તરાયાદિ કરવાથી; અને પ-અકાલે સ્વાધ્યાય કરે વગેરે આઠ જ્ઞાનાચારની વિરુદ્ધ વર્તન કરવાથી. બીજી દર્શનની એટલે સમ્યક્ત્વની વિરાધના પણ દર્શનનો મહિમા