________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૧૭
તે ગામ બહાર જઈ સ્વાધ્યાય કરે. કાળથી-તે રુધિરાદિ અંશેના સંભવ કાળથી માંડીને ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય, અથવા કઈ મેટા બિલાડાએ મારેલા ઉંદરાદિના કલેવરને અંગે આઠ પ્રહર અસ્વાધ્યાય. અને ભાવથી-નન્દીસૂત્ર વગેરે સૂત્રે નહિ ભણવાં. અથવા બીજી રીતે ચાર પ્રકાર કહા છે કે, જળચરાદિના રુધિર, માંસ, હાડકું અને ચામડું–એ. ચાર દ્રવ્યને અંગે અસ્વાધ્યાય. એમાં વિશેષ એ છે કે સાઈઠ હાથની અંદર માંસ ધેયું હોય કે પકાવ્યું હોય તે તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય બિંદુઓ પડે માટે ત્રણ પ્રહરનો અસ્વાધ્યાય. તે પહેલાં વરસાદના કે બીજા પાણીને પ્રવાહ આવવાથી ધોવાઈ જાય છે ત્યારથી અસ્વાધ્યાય મટે. કેઈ ઈ ડું ૬૦ હાથની અંદર પડે પણ ફૂટે નહિ તે તે દૂર કર્યા પછી અસ્વાધ્યાય નથી, પણ ફૂટે અને તેને રસ જમીન ઉપર પડે તે દૂર કરવા છતાં ત્રણ. પ્રહરને અસ્વાધ્યાય. જે કપડા વગેરે ઉપર પડેલું ઈડું ફૂટે તે પણ સાઈઠ હાથની બહાર તે કપડાને ધવાથી અસ્વાધ્યાય નથી. એ ઈંડાને રસ કે લેહીનું બિન્દુ માખીને પગ ડૂબે તેટલું અલ્પ પણ હોય તે અસ્વાધ્યાય ગણવો. વળી જરાયુ (વાળ) રહિત હાથણી વગેરેને પ્રસવ થાય, તેને ત્રણ, પ્રહર અસ્વાધ્યાય. જરાયુવાળાં ગાય વગેરેને પ્રસવ થાય, તેને વાળ પડ્યા (હૂર કર્યા) પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય. સાઈઠ હાથમાં રાજમાર્ગમાં રુધિરાદિનાં બિંદુ પડવાં. હોય તે જતા-આવતા મનુષ્ય-પશુઓનાં પગલાં વગેરે.