________________
૩૧૬
શ્રી શ્રમણષિાનાં સૂત્ર સાથે કઈ તેવા શ્રાવક દ્વારા દૂર કરાય નહિ ત્યાં સુધી, અસ્વાધ્યાય. અનાથનું કલેવર કૂતરાં વગેરેએ તેડ્યું હોય તે તેના અવયવાદિ જ્યાં જ્યાં દેખાય ત્યાંથી શુદ્ધ કરાય નહિ, ત્યાં સુધી અસ્વાધ્યાય. શય્યાતર કે અન્ય ગ્રહસ્થ ઉપાશ્રયથી સાત ઘરે સુધીમાં મરે તે મૃતક લઈ ગયા પછી એક અહોરાત્ર ભણવું નહિ, અથવા કેઈ ન સાંભળે તેમ ભણવું, અન્યથા
કેમાં ગહ થાય. કેઈ સ્ત્રી દુ:ખથી ડરતી હોય તેને શબ્દ સંભળાય ત્યાં સુધી ન ભણવું. ઈત્યાદિ પ્રસંગે માં લેકમાં સાધુતાની નિંદા વગેરે થવાના કારણે અસ્વાધ્યાય સમજવો.
૫. શારીર–શારીરિક અશુચિ આદિનાં કારણોથી અસ્વાધ્યાય. એના મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી એમ બે પ્રકારો છે. તેમાં મરછ, કાચબા વગેરે જળચર, ગાય, ભેંસ વગેરે સ્થળચર અને મયૂર, પોપટ વગેરે ખેચર, એમ તિર્યંચ સંબંધી ત્રણ ભેદે છે. અને એ જળચરાદિ ત્રણેના દ્રવ્યાદિ ભેદે ચાર ચાર પ્રકારે છે, તેમાં દ્રવ્યથીપંચેન્દ્રિય તિર્યંચનાં રુધિરાદિ કોઈ પણ દ્રવ્યને અસ્વાધ્યાય. ક્ષેત્રથી-સાઈઠ હાથની અંદરના ક્ષેત્રમાં અસ્વાધ્યાય. તેમાં પણ કેઈ નાનું ગામ હોય તે નાના ત્રણ માર્ગોથી અંતરિત ક્ષેત્રમાં અને મોટું નગર હોય તે એક મોટા રાજમાર્ગથી અંતરિત ક્ષેત્રમાં તે રુધિરાદિ પડેલું હોય તે અસ્વાધ્યાયિક ન ગણવું પણ નાના ગામમાં કોઈ કૂતરા-બિલાડાંએ એ કલેવરને ઠેકાણે ઠેકાણે ચૂંથવાથી બધે રુધિરાદિ પડ્યું હોય