________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૬૫.
૪. વ્યંગ્રાહિમંદડિક વગેરેના પરસ્પર યુદ્ધના પ્રસંગે લોકો ભયથી અસ્વસ્થ હોય તે કારણે સ્વાધ્યાય વજે. બે દંડિક રાજાઓ, બે સેનાપતિઓ કે તેવી પ્રસિદ્ધ કઈ સ્ત્રીઓ લડે-ઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય. અથવા મલ્લયુદ્ધ પ્રસંગે કે કઈ બે ગામના લોકો (અથવા એક જ ગામના મેટા પક્ષો) પરસ્પર પથ્થર, શસ્ત્ર આદિથી લડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય; કારણ કે તેવા. પ્રસંગે વ્યક્તરાદિ દેવો પોતપોતાના પક્ષમાં આવવાને સંભવ હોવાથી તે છળે, લોકોને પણ અપ્રીતિ થાય કે અમે ભયમાં છીએ, ત્યારે પણ નિર્ધાક્ષિણ્ય સાધુઓ નિશ્ચિત થઈને ભણે છે. કોઈ રાજા મરણ પામ્યા પછી બીજા રાજાને અભિષેક ન થાય ત્યાં સુધી તેવા અરાજકતાને પ્રસંગે અસ્વાધ્યાય જાણો. તથા મ્લેચ્છ વગેરે ગામ ઉપર આક્રમણ કરે ત્યારે, ભયથી લોકો આકુલ-વ્યાકુલ હોય ત્યારે, પણ અસ્વાધ્યાય. આ બુક્રગ્રહાદિ કારણે જ્યાં સુધી લોકોમાં
ભ હોય, સ્વસ્થતા ન આવે. ત્યાં સુધી જ નહિ પણ ક્ષેભ. –અસ્વસ્થતા ગયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો. હવે મરણ સંબંધમાં કોઈ ગામમાલિક કે ગામ વગેરેને અધિકારી ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તો, તે મૃતક લઈ ગયા પછી, એક અહોરાત્ર અસ્વાધ્યાય. કઈ અનાથ સે હાથની અંદર મરી જાય તો, શય્યાતર અથવા મહાપડવાને અંગે અસ્વાધ્યાય છે તથા ફાગણમાં હોલિકા પ્રગટે ત્યારથી, ધૂળ રે (ધૂળેટી સમાપ્ત થાય), ત્યાં સુધી અસ્વાધ્યાયિક ગણાય છે.