________________
કરેમિ ભંતે!
વિવેચન–સર્વ જીવોને પિતાની સમાન માનવા અથવા રાગ-દ્વેષનાં કારણે આવે ત્યારે પણ ઉપશમમાં (સમભાવે) રમવું તે ભાવસામાયિક છે. તેની સિદ્ધિ આ પચ્ચકખાણ કરી તેનું પાલન કરવાથી થાય છે. સમજપૂર્વક જીવન પર્યતનું આવું પચ્ચક્ખાણ કરનારને તુ ભૌતિક ઈચ્છાઓને નાશ થવા લાગે છે, મન-વચનકાયાની શુભ પ્રવૃત્તિથી ચિત્તશુદ્ધિ થાય છે અને આત્મા સ્વરૂપરમણતાને આનંદ અનુભવે છે. જડ ભાવે તેને આકર્ષવા અસમર્થ બને છે અને આત્મગુણેને રાગ પ્રગટે છે. આ સૂત્ર આત્માના ચારિત્રરૂપ પ્રાણનું રક્ષણ કરવામાં બખ્તર સમાન છે. તેને વારંવાર સ્મરણ કરી તેના અર્થનું ધ્યાન કરવાથી જીવ પ્રમાદથી બચી જાય છે, માટે દરરોજની ક્રિયામાં તેને નવ વાર બોલવાને વિધિ છે. તે ઉપરાંત પણ તેનું જેટલું વધારે ચિંતા થાય તેટલો પ્રમાદ ટળે છે, ભાવોલ્લાસ વધે છે.
એમાં “ભંતે!” શબ્દ છે તેને “હે સુખી-કલ્યાણવંત ગુરુ !” એવો અર્થ છે. તેથી એમ સમજવાનું છે કે જીવનભર ગુરુની નિશ્રા ચારિ. ત્રમાં આવશ્યક છે. બીજો અર્થ ભંતે !=“હે ભવને પાર પામેલા (જિનેશ્વર) દેવ ! એમ થાય છે. એથી “જીવનભર જિનાજ્ઞાનું અખંડ પાલન કરવા માટે ચારિત્ર છે' એમ સમજવાનું છે. બીજી વખતે ભંતે! શબ્દ આવે છે તેને ભાવ એ છે કે “હે ભગવંત ! આ ચારિત્ર હું આપના આશીર્વાદ–કૃપાથી લઈ શક્યો છું, એ યશ (ઉપકાર) આપને ઘટે છે” એમ ભક્તિપૂર્વક કૃતજ્ઞતા બતાવવા માટે છે.
આ પચ્ચક્ખાણમાં “સામાઅં કરેમિ' એનાથી વર્તમાનકાલનાં, “પચ્ચક્ખામિ' પદથી ભવિષ્યકાલનાં અને “પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાયું વોસિરામિ' પદેથી ભૂતકાળનાં, એમ ત્રણે કાળનાં પાપ-વ્યાપારને ત્યાગ થાય છે.
| ‘તિવિહં તિવિહેણું” પાઠથી સાત સપ્તભંગીએરૂપ ગણ